Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડનાં ખેરગામનાં માંડવખડકથી મુન્નાભાઈ MBBS ની ધરપકડ : બોગસ તબીબ ઝડપાયો.

Share

વલસાડનાં ખેરગામનાં માંડવખડક ગામે ડિગ્રી વગર બોગસ દવાખાનું ચલાવી લોકોની જિંદગી સાથે રમત રમતા મુન્નાભાઈ એમબીબીએસ ને નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રેડ પાડીને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે.

નવસારી એસઓજીની ટીમને માંડવખડક, તાડપાડા ફળીયું, તા.ચીખલી,જી.નવસારી ખાતે બોગસ દવાખાનું ચાલે છે તેમાં સારવાર આપનાર ડોકટર પણ બોગસ છે એવી બાતમી મળી હતી. જેના આધારે પો.કો. કિરણકુમાર દિનેશભાઇ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડવખડકના ડોકટર ચંન્દ્રકાંતભાઈ છોટુભાઈ પટેલન સાથે માંડવખડક ગામે બતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં ચંદ્રશેખર રામગોપાલ શર્મા ઉ.વ. ૫૦ રહે .૧૩૦, ગોકુળધામ સોસાયટી, અબ્રામા, વલસાડ પાસે ગુજરાત મેડીકલ કાઉન્સીલ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલની કોઇ માન્યતા પ્રાપ્ત મેડીકલ પ્રેકટીસ અંગેની ડીગ્રી નહી ધરાવતા હોવા છતાં પોતે ડોકટરનો હોદ્દો ધરાવી પોતાના કબજાના દવાખાનામાં મેડીકલ સામાન રાખી મેડીકલ પ્રેકટીસ કરી એલોપેથી દવા, ઇન્જેકશન તથા ડોકટરી સાધન સામગ્રી મળી કુલ કિં.રૂ .૧૨,૦૬૬.૫૪ /- ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. તેમને હાલમાં કોવિડ -૧૯ મહામારી અન્વયે તાબામાં લીધેલ છે. તેમની વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૪૧૯ તથા ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની કલમ ૧૫ તથા ધ ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ભરૂચ : બાળ પ્રતિભા શોધ નિબંધ સ્પર્ધામાં બાકરોલ શાળાની વિદ્યાર્થીની જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા શાળાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

વાંકલ : માંગરોળનાં કેવડી કુંડ ગામે પતિ પત્ની ઉપર હુમલો કરનારા પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા ગેસ એજન્સીઓ પર પડતી લાંબી લાઈનોમાં ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!