પારડી તાલુકાના ટુકવાડા ગામે બાવરી ફળિયામાં રહેતા રમેશભાઇ ભીખુભાઈ આહિર ઉમર વર્ષ 62 જેઓ પોતાની સાળીના છોકરાના લગ્ન હોવાથી ઘરમાં લગ્ન પ્રસંગનો માહોલ હોય ઘરના તમામ સભ્યોએ રમેશભાઈ ભીખુભાઈ આહિર માટે લગ્નમાં પહેરવા માટે કપડા અને ચામડાના બુટ લીધા હતા પણ રમેશભાઈ ભીખુભાઈ આહિરે પરિવારજનોએ ખરીદી કરેલાં કપડા ન પહેરતા લગ્ન પ્રસંગે આવેલા સગાસંબંધીઓએ રમેશભાઈના જણાવેલ કે તમે નવા કપડાં કેમ નથી પહેર્યા તે અંગે પૂછપરછ કરતા તેમને માઠું લાગી આવ્યું હતું અને તેઓ લગ્ન પ્રસંગ છોડી પોતાના ઘરે આવેલી કરીયાણાની દુકાનના પાછળના ભાગમાં લોખંડના એંગલ સાથે દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જ્યારે ઘરના સભ્યો લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરતા રમેશભાઈને ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોતા લગ્નનો માહોલ શોક ફેરવાઇ ગયો હતો જે અંગેની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઇ છે.
કાર્તિક બાવીશી