કોવિડની બીજી લહેરમાં મહત્તમ દર્દીઓને ઓક્સિજન લેવલ ઓછું થતા એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવાની જરૂરિયાત ઉભી થતી હતી અને વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં કોવિડના બેડ ફૂલ થઈ ગયા પછી પણ વલસાડમાં તેમજ વલસાડના અન્ય ગામોમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયા હોય તેવા ઘણા દર્દીઓની બુમ પુકારાઈ રહી હતી ત્યારે આવા મુશ્કેલ સમયમાં વલસાડ મુસ્લિમ સમાજ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અને
મુસ્લિમ કોમ્યુનિટી નેટવર્ક, આલીપોર દ્વારા વલસાડ જિલ્લામાં ઘરે ઘરે જઇને ઓક્સિજનની બોટલ ચડાવીને દર્દીઓનું ઓક્સિજન લેવલ મેન્ટન કર્યું. અમુક ક્રિટિકલ કિસ્સામાં દર્દીનું ઓક્સિજન લેવલ 38 પર મળ્યું તો અમુક ઓક્સિજન લેવલ 74 પર મળ્યું આવા સંજોગોમાં ડોકટર એમ.એમ. કુરેશી (એમ.એસ), ડોકટર મૃણાલ દેસાઈ (એમ.ડી) ની સલાહ સુચન લઈને ઓક્સિજનનું ફલૉ આપ્યું તેમજ આ દર્દીઓને વલસાડ સિવિલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલમાં તેમજ વાપી , નવસારી, સુરત ની ખાનગી હોસ્પિટલમાં સિવિલ, સરકારી હોસ્પિટલોમાં એડમિટ કરાવ્યા તેમજ અગર સારવાર દરમ્યાન આ દર્દીઓનું હોસ્પિટલોમાં મૃત્યુ થઈ ગયું હોય તો એમને હોસ્પિટલથી અંતિમયાત્રા સુધીની સેવા આપી બીજી લહેરમાં 24 કલાક રાત દિવસ જોયા વગર આ સેવા પૂરી પાડી છે. આ સેવા દરમ્યાન બે કાર્યકર્તા કિશોર પટેલ અને બુરહાન ટેલર પોઝીટીવ થવા છતાં પણ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ સેવા સંપૂણ પણે ચાલુ રાખી હતી.
આ સેવા વલસાડના ખ્યાતનામ ડોક્ટર એમ.એમ કુરેશી અને ડોકટર મૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના બુરહાન ટેલર, હમઝા સૈયદ, સમીર બેલીમ, નવાઝ ફુલારા, તલ્હા મુલ્લા, ઇકબાલ કુરેશી, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના હુસેન બેલીમ, કિશોર પટેલ,સ્મિતા પટેલ, મુનાવર શેખ, નવીન પટેલ તેમજ મુસ્લિમ કોમ્યુનિટી નેટવર્ક આલીપોરના સઈદ ભાઈ લુનાત, જાવેદ ભાઈ ખાન તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી હતી.
કાર્તિક બાવીશી