(કાર્તિક બાવીશી )ધરમપુર:-શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,ધરમપુરના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડૉ.પી.સી.મલેક અને ગ્રંથપાલ શ્રી સનત ભટ્ટના વિદાય સન્માન પ્રસંગે શ્રી એમ.એસ.વી.એસ કેળવણી મંડળ,ધરમપુરના કેમ્પસ ડાયરેક્ટર દિનેશસિંહ દોડિયાએ સમાંરભના પ્રમુખ સ્થાનેથી મનનીય પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિદાય થઇ રહેલા કર્મચારીઓના જ્ઞાન અને અનુભવનો લાભનું વર્તમાન તથા ભાવિ કર્મચારીઓ સાથે આદાન પ્રદાન થવું જોઈએ.
કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જયંતભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વિદાય સમાંરભ આંનદરાય હોતા નથી પરંતુ વિદાય થતા કર્મચારીઓના કાર્યોની કદર કરવાનો અવસર મળે છે. સમારંભના અતિથી વિશેષ તરીકે જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી કોલેજના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પ્રિ.યોગેશકુમાર ભટ્ટે જણાવ્યું હતું કે ત્યાગીને ભોગવો એ ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતાછે. જન્મ લેતા દરેક મનુષ્યે માત્ર પોતાના માટેજ જીવવાનું નથી. બીજાને માટે પણ જીવવાનું છે., બીજાને મદદરૂપ બનવાનું છે. જેથી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકાય. સત્કર્મની નોધ હંમેશા લેવાતી હોય છે. આપણા દરેક પ્રયત્નો નિષ્ઠાપૂર્વક હોવા જોઈએ. કર્મચારીઓની નિષ્ઠા એજ તેની પ્રતિષ્ઠા છે. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.યુ.એલ પટેલે વિદાય તથા અધ્યાપકની સશોધનાત્મક તથા ગ્રંથપાલની ગ્રંથાલયની કામગીરી બિરદાવી હતી.પ્રા.એ.જે.પટેલ, ડૉ.એન.એમ.વેગડા તથા ડૉ.સી.એન.નાયક બન્ને વિદાય તથા કર્મચારીઓના કાર્યની સરાહના કરી હતી.
કોલેજના આચાર્ય ડૉ.વી.ડી.પટેલે મહેમાનોના આવકાર સાથે વિદાય થતા કર્મચારીઓના કાર્યોની ઝલક રજૂ કરી હતી. કોલેજ સ્ટાફે સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પથી સ્વાગત કર્યું હતું. વિદાય પ્રસંગે કોલેજના પૂર્વ કર્મચારીઓ ડૉ.એન.એલ.પટેલ, ડૉ.વી.ડી.નાયક.ડૉ.એસ.એસ.રાવ, ડૉ.બી.ટી.નાયક તથા ટ્રસ્ટી મંડળના હોદેદારો પ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ધનેશભાઈ ચૌધરી તથા મંત્રીશ્રી કિરણસિંહ યુ રાઠોડ તરફથી મળેલ શુભેચ્છા સંદેશનું વાંચન પ્રા.વી.ડી.હરકણીયાએ કર્યું હતું. કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળે વિદાય થઇ રહેલા કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું. કોલેજના શૈક્ષિણક તથા વહીવટી સ્ટાફે સ્મૃતિભેટ અર્પણ કરી હતી. ડૉ.પી.સી.મલેક પોતાના પ્રતિભાવ ભાવના જણાવ્યું હતું.કે કોલેજમાં મિત્રોનો સુંદર સહયોગ મળ્યો હતો. જેનો હું ઋણસ્વીકાર કરું છુ. સનત ભટ્ટે કોલેજ આવીને કર્મચારીઓની પાંચ પેઢી સાથે જીવંત સંબધ બંધાયાની સદભાગ્ય સપડ્યાના આનંદ વ્યકત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન પ્રા.આઈ.કે.પટેલે કર્યું હતું.આભાર વિધિ પ્રા.બી.એમ.રાઠોડે કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફ સ્ટાફ સેક્રેટરી પ્રા.કે.એમ.પટેલ તેમજ પ્રા.નીરૂબેન ઠાકોર, શ્રી યુ.બી.ચૌરાએ તનતોડ મહેનત કરી હતી.