Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના પારડી ગામે એક પિતા નશામાં પોતાની બંને બાળકીઓને મારમારી દારૂનું વેચાણ કરાવતો હતો : CWC ની ટીમે પિતાને ફટકાર્યો.

Share

ભારત દેશમાં બાળકીઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ કેટલાક બાપ કાળા સાપ બનીને દીકરીઓ પર જ ત્રાસ ગુજારતા હોય છે. આવી જ એક ઘટના વલસાડના પારડીમાંથી સામે આવ્યો છે. એક પિતા પોતાની બંને બાળકીઓને માર મારી દારૂનું વેચાણ કરાવતો હતો. ત્યારે ફરિયાદ જિલ્લા બાળ વિકાસ સમિતિને મળતાં તાત્કાલિક બંને બાળકીનું કાઉન્સિલિંગ કરવામા આવ્યુ હતું.

વલસાડ જિલ્લા CWC ટીમ સમક્ષ બંને બાળકીઓને લાવવામાં આવતાં તેમની આપવીતી સાંભળાવતાં CWC ની ટીમ પણ ચોંકી ઊઠી હતી. બાળકીઓના જણાવ્યા મુજબ, તેની માતા ઘર છોડી ચાલી ગઈ છે. પિતા વાપીમાં એક કંપનીમાં નોકરી કરે છે. મહિને સાત હજાર પાંચસો પગાર છે. રાત્રે પિતા દારૂના નશામાં ઘરે આવીને જમવાનું ન બનાવ્યું હોય તો માર મારતો હોવાની ફરિયાદ કરી હતી.

Advertisement

નાની ફૂલ જેવી બાળકીઓને માર મારતા પિતાને કાયદાના પાઠ ભણાવવા CWC ની ટીમ સમક્ષ હાજર કરતાં તેની શાન ઠેકાણે આવી ગઈ હતી. બાળકીઓએ મોટા પપ્પાને ત્યાં જવા તૈયાર થતાં દારૂનો વ્યસની પિતા ત્યાં જઈને પણ ઝઘડો-તકરાર કરી આવ્યો હતો, જેથી CWC ની ટીમ દ્વારા બંને બાળકીઓને બાળગૃહમાં મોકલી આપવામાં આવી હતી, જ્યારે બાદમાં બાળકીઓને તેની મુંબઇ રહેતી ફોઈ સાચવવા તૈયાર થઈ હતી, જેથી બાળકીઓને એક માસ માટે CWC એ ફોઈને ત્યાં મુંબઇ મોકલવાનો નિર્ણય કર્યો હતો.


Share

Related posts

ભરૂચ : આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે GAIL (india) Ltd ગંધાર કારખાનામાં મોકડ્રીલનું સફળ આયોજન.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વલણ હોસ્પિટલ ખાતે મફત નેત્ર રોગ નિદાન તેમજ રક્તદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!