વલસાડના કે.બી મોલની સામે આવેલી જોધપુર સ્વીટ માર્ટની દુકાનમાંથી ગતરોજ ગ્રાહક મીઠાઈ લઈ ગયો હતો જે મીઠાઈ પોતાની પત્નીને આપીને કામ અંગે બહાર આવ્યો હતો ત્યારે પત્નીએ મિઠાઈ ખોલતાની સાથે જ મિઠાઈમાંથી કિડાં અને ઈયળ નિકળ્યા હતા જેથી ગ્રાહકે દુકાનદાર સાથે ભારે જીભાજોડી કરી હતી અને વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા લોકોએ ભારે ટીકા કરી હતી. જ્યારે વારંવાર દુકાનમાંથી સ્વીટ લેવામાં આવતી હોય તેમાં કીડા નીકળવાની અનેક બનાવો બન્યા છે જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ આ બાબતે દુકાનમાથી સેમ્પલ લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં વલસાડ શહેરમાં બિનજરૂરી દુકાન બંધ હોય જેને લઇને કેટલાક દુકાનદારોને નુકસાન થવા પામ્યું છે જેથી હાલમાં રાજ્ય સરકાર દ્વારા અમુક દુકાનો ખોલવાની પરવાનગી આપવી હોય જેથી દુકાનો ચાલુ કરવામાં આવી છે.
જ્યારે વલસાડના કે.બી મોલની સામે જોધપુર સ્વીટ માર્ટ નામની મીઠાઈની દુકાન ગતરોજ આ દુકાનમાં સોયેબ મલિક નામના ગ્રાહકે અલગ-અલગ મીઠાઈની ખરીદી કરીને પોતાના ઘરે જઈને પત્નીને આપી હતી સોયેબ પોતે કામ અંગે બહાર આવ્યો હતો ત્યારે પત્નીએ મીઠાઇનું બોક્સ ખોલતાની સાથે જ મીઠાઈમાં કીડા જોવા મળ્યા હતા જે અંગે પત્નીએ પતીને ફોન કરીને જણાવ્યું હતું કે મિઠાઈમાંથી કીડા નિકળ્યા છે જેથી સોયેબ તાત્કાલિક મીઠાઈ લઈને જોધપુર સ્વીટ માર્ટની દુકાનમાં જઈને દુકાન સંચાલકને જણાવ્યું હતું કે મીઠાઇમાંથી કીડા નિકળ્યા છે ત્યારે દુકાન સંચાલકે ઉદ્ધત ભરી વર્તન દાખવી દોઢ મહિનાથી દુકાન બંધ છે આજે ખોલી છે તો કીડા તો હશે જ એવું જણાવ્યું હતું જે બાદ સોયેબ મલિકે સમગ્ર ઘટના અંગે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા વલસાડ જિલ્લા કલેકટર ને લેખિતમાં જાણ કરી હતી જે બાદ આજરોજ વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે જોધપુર સ્વીટ માર્ટ ખાતે છાપો માર્યો હતો અને વિવિધ મીઠાઈઓના તથા કીડા પડેલી મીઠાઇના સેમ્પલ લીધા હતા અને દુકાન માલિક સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાર્તિક બાવીશી