Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ ધરમપુર રોડ ઉપરથી પોલીસે રૂપિયા ૩.૧૬ લાખનો દારૂ ઝડપી પાડયો : વલસાડ રૂરલ પોલીસની ટીમે 10 કિલોમીટર સુધી પોલીસે બુટલેગર સાથે રેસ લગાવી.

Share

– સુરત રેન્જ એડી.ડી જી. ડો રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની બુટલેગરોને પકડવાની રણનીતિના માર્ગદર્શનથી રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમીરાજસિંહ રાણા તેમજ તેમની ટીમે બુટલેગરોને હાંફતા કર્યા.

વલસાડ અતુલ હાઈવે પરથી ધરમપુર રોડ વલડી પુલ પાસેથી વલસાડ રૂરલ પોલીસની ટીમે 10 કિલોમીટર સુધી પોલીસે બુટલેગર સાથે રેસ લગાવીને રૂપિયા ૩.૧૬ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી છે.

સુરત રેન્જ એડી.ડી જી. ડો રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની બુટલેગરોને પકડવાની રણનીતિના માર્ગદર્શનથી રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમીરાજસિંહ રાણા તેમજ તેમની ટીમે બુટલેગરોને હાંફતા કર્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ ગતરોજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે સુરત તરફ દારૂ ભરેલી કાર જવાની હોય જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ હાઇવે નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે પસાર થતી xuv કાર નંબર જીજે ૦૫ જેબી ૫૭૭૨ આવતા જોતા પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે પોતાની કાર હંકારી મૂકી હતી પોલીસે પર્ણ કારનો પીછો કર્યો બુટલેગરએ પોતાની કાર અબ્રામા ધરમપુર ચોકડી થઈને ધરમપુર રોડ ઉપર હંકારી મૂકી હતી જેથી પોલીસ અને બુટલેગર વરચે રેસ લાગી હતી જ્યારે બુટલેગરની કારનુ ટાયર ફાટી જતાં કાર થોભી ગઈ હતી, કારમા બેસેલ બાજુની સીટ ઉપર બુટલેગર ભાગી છુટયો હતો. જ્યારે કારચાલક ઝડપાઈ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા રૂપિયા ૩,૧૬,૮૮૦ ઇંગ્લિશ દારૂ બોટલ ૧૦૦૮ મળી આવી હતી, જ્યારે પોલીસે કારચાલક વલસાડ તિથલ રોડ ગુજરાત હાઉસિંગમાં રહેતા મોશીન નાસીર પઠાણ ઝડપાઈ ગયો હતો. જ્યારે માલ ભરાવનાર સુરતના આરીફ બંગાળી, આનંદભાઈ પટેલ, દીપક પટેલ તમને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરી છે તો હવે ખેર નથી:SRP ની નર્મદા બટાલીયન સજ્જ.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાનું રૂ. ૨૦૯૫. ૨૫ લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

મધ્ય પ્રદેશ રાજ્યની ગેંગ ઝડપાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!