Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ સીટી પોલીસે શ્રમજીવી દંપતિનું રૂ. 7000 ભરેલું ખોવાયેલું પર્સ પરત કર્યું.

Share

વલસાડના એસ.ટી ડેપો પાસે મનીષાબેન સુરેશભાઈ ભીલ (મૂળ રહે. જિલ્લો. ડુંગરપુર, રાજસ્થાન અને હાલ રહે. મોગરાવાડી, ગુજરાતી સ્કૂલની સામે, વલસાડ) નું પાકીટ ખોવાઈ ગયું હતું. જે પાકિટમાં 7000 હજાર રોકડ રકમ પણ હતી. મનીષાબેન અને તેમના પતિ બંને રાજસ્થાનથી વલસાડ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય પાકિટ ખોવાઈ જતા ઘણી શોધખોળ બાદ પણ મળ્યું ન હતું. જેને લઈને વલસાડ સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમને પાકીટ મળી આવ્યું હતું. જે મૂળ માલિકનો સંપર્ક કરી પાકિટ પરત કરાયું હતું. પાકિટ મળતા મનીષાબેન અને તેમના પતિએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

લીંબડી મોટા મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજથી મોન્સૂન મેઘ મલ્હાર પર્વનો શુભારંભ થયો

ProudOfGujarat

લોક ડાઉન વચ્ચે મદદમાં સલમાનની આગળ સરકારો પણ ફેલ? કંઈ રીતે બન્યા જરૂરતમંદ લોકોના સુપર હીરો સલમાન,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!