(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં તા.૨૫ થી ૨૯ જૂન, ૨૦૧૮ દરમિયાન યોજાનાર શાળા સલામતી સપ્તાહની ઉજવણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ કલેકટર સી.આર.ખરસાણે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમજાવતાં જણાવ્યું હતું કે, મોટી નુકસાનીમાંથી બચી શકાય તે માટે કોઇપણ આપત્તિ, જેવી કે, ભૂકંપ, આગ, પૂર, જેવી પરિસ્થિતિમાં સાવચેતીના પગલાં કેવી રીતે લેવાં તે અંગે બાળકોને શાળા કક્ષાએ જ નિદર્શન સાથે માર્ગદર્શન આપવામાં આવશે.
Advertisement
શાળા સલામતી સપ્તાહ ઉજવણી અન્વયે વલસાડ જિલ્લામાં ૧૪૮- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ૯૯૮ પ્રાથમિક શાળઓને આવરી લેવાનું આયોજન કરાયું છે. જેમાં એન.ડી.આર.એફ., ૧૦૮ ટીમ, ફાયર બ્રિગેડ દ્વારા શાળાઓમા મોકડ્રીલ તેમજ સુરક્ષા સાધનોનું પ્રદર્શન કરાશે.