વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટીએ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સમાજ સેવા કરી ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું.
વલસાડ નજીકના પારનેરા પારડી હનુમાન મંદિરના ટ્રસ્ટીએ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે વલસાડની કોવિડ હોસ્પિટલમાં 800 વધુ લોકોને ફુટ પેકેટ પહોંચાડીને સમાજ સેવાનું કામ કર્યું હતું અને પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરી હતી.
હાલમાં કોરોના કાળે તબાહી મચાવી દીધી છે જેના કારણે વલસાડ જિલ્લામાં ૨૦૦૦ થી વધુ મૃત્યુ થયા છે હોસ્પિટલોમાં લોકોને બેડ પણ નથી મળતા અને કોરોના પેશન્ટોને ખાવાનુ પણ નથી મળતું જેના કારણે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે અને કોરોનાગ્રસ્ત અને તેમના પરિવારજનોને ખાવાનું પહોંચાડતી હોય છે વલસાડ નજીકના પાનેરા પારડી નિત્યાનંદ પાર્કમાં રહેતા અને પાનેરા હનુમાન મંદિરના ટ્રસ્ટી ભુપેશ અંબેલાલ દેસાઇ સમાજસેવક અને તેમના પિતા અંબેલાલ મોરારજી દેસાઈ તેમનું મૃત્યુ થયું હતું અને તારીખ ૧૫ -૫-૨૧ રોજ તેમની પુણ્યતિથિ હોય જેથી પૂત્ર ભુપેન્દ્રભાઈ આ પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું જેથી હાલમાં કોરોના કારમાં વલસાડની સિવિલ હોસ્પિટલ વલસાડ નગરપાલિકા હોસ્પિટલ પોલીસ સ્ટેશન ૮૦૦ થી વધુ જેટલા ફૂડ પેકેટો પહોંચાડ્યા હતા અને અનોખી રીતે પુણ્યતિથિની ઉજવણી કરી હતી જ્યારે ફુટ પેકેટ વિતરણમાં દિલીપભાઈ ધીરૂભાઈ (કરાચીવાળા), ભાઈ દેવાંગભાઈ દેસાઈ (હનુમાનજી મંદિર પ્રમુખ પાનેરા પારડી), મહેશભાઈ દેસાઈ સદસ્ય હાજર રહ્યા હતા.
કાર્તિક બાવીશી