– માત્ર 18 વર્ષની ઉમરમાં આ વિચારની ખૂબ જ પ્રશંસા: કોરોના કાળમાં અંધજન શાળામાં દાન માટે પાટીદાર યુવાને વેપાર શરૂ કર્યો.
કોરોના કાળમાં લોકો સેવા માટે અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે. ત્યારે વલસાડના પાટીદાર યુવાને અંધજન શાળામાં દાન આપવા માટે કેરીનો વેપાર શરૂ કર્યો છે. તેણે વેપાર થકી થતી આવકની રકમ દાન આપી માનવતાનું અનોખું કાર્ય કરી રહ્યો છે.
વલસાડના પાટીદાર યુવાન માનવ પટેલે અંધશાળામાં દાન આપવા જાતે આવક ઉભી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. કોલેના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં માનવ નિમેષ પટેલને દાન આપવાનો વિચાર આવ્યો, પરંતુ પોતાની પોકેટ મની તેના માટે પુરતી ન હોય તેણે કેરીનો વેપાર શરૂ કર્યો છે. જેના થકી તે ગુજરાતભરના લોકોને વલસાડની પ્રખ્યાત કેરી ખૂબ નજીવી રકમના નફાએ આપી રહ્યો છે. તેમજ આ વેપાર થતી થતો નફો તે અંધજન શાળામાં દાન આપવાનો છે. વલસાડની કેરી ખુબ પ્રખ્યાત છે. કેરીની મોસમમાં ગુજરાતભરના લોકો વલસાડની કેરી મંગાવતા હોય છે. ત્યારે તેણે આ વેપાર કરવાનું નક્કી કરી કોરોના કાળમાં ગુજરાતના તમામ છેડે કેરી મોકલવાની એક સેવા પણ કરી છે. તેની આ સેવાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માનવને તેના મોબાઇલ નંબર 9924028882 પર ઓર્ડર આપી તેની સેવામાં લોકભાગીદારી નોંધાવી શકાય છે માનવતા નું ઉદાહરણ વલસાડના યુવાને લોક સેવા માટે કેરીનો વેપાર કરી રહ્યો છે જીવન નો પહેલો વેપાર એ પણ કોરોના સમયમાં , એ પણ દાન માટે આ સેવાની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે.
કાર્તિક બાવીશી