Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લામાં રહેતા વલ્ડકપ જીતનાર બ્લાઇન્ડ ક્રિકેટરને કોરોનકાળમાં ખાવા માટે ફાફા!..

Share

હાલ લોક ડાઉનમાં બ્લાઇન્ડ ક્રિકેટ માં દેશનું અને વલસાડ જિલ્લાનું નામ રોશન કરનારા 15 થી વધુ ખેલાડીઓ ભારે વિષમ પરિસ્થિતિ વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા છે.છતાં જિલ્લા તંત્ર ખેલાડીઓના મત વિસ્તારોના ધારાસભ્યો, સાંસદ કે પછી સંસ્થાઓએ પણ તેમને મદદ કરવા આગળ આવ્યા નથી.ગત વર્ષે ગુંદલાવના સરપંચ નિતિન પટેલ અને તેમની ટીમ દ્વારા કપરાડા પહોંચી મદદ કરી હતી.હાલ લોકડાઉન ના પગલે ફરીવાર તેમની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે જિલ્લાના વડા અધિકારીઓ એ પણ જિલ્લાનું નામ ઉજળું કરનારા ખેલાડીઓને મદદ કરવી જોઈએ.તો બીજી તરફ બ્લાઇન્ડ ક્રિકેટરોના ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ, ગુજરાત નાનાપોઢા ના કોચ કમ મેનેજર દિલીપ જોગારી એ એક વીડિયો સદેશમાં જણાવ્યું કે સરકારમાં સંખ્યાબદ્ધ રજુઆત બાદ પણ કોઈપણ ક્રિકેટરને સરકારી નોકરી મળી નથી.હાલે લોકડાઉનમાં પણ સરકારી વિભાગ કે રાજકીય પક્ષ એ મદદ નથી કરી.ગત વર્ષે ગુંદલાવ સરપંચ અને તેમના મિત્રોએ તમામ ક્રિકેટરોને મદદ કરી હતી.
જિલ્લાના કોઈપણ બ્લાઇન્ડ ક્રિકેટરની કાયમી આવક નથી,જેથી તેમની પરિસ્થિતિ વિકટ બની છે.ત્યારે સરકાર,જિલ્લા કલેકટર,સહિત વિભાગો અને સંસ્થાઓ દ્વારા ક્રિકેટરોને મદદ અપાઈ તેવી માગણી કરી છે. તો બ્લાઇન્ડ ક્રિકેટ વલ્ડકપમાં ચાર વલ્ડકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા અને બેસ્ટ પ્લેયર ઓફ ધ વલર્ડ નું બિરુદ મેળવનાર વલસાડ જિલ્લાના ક્રિકેટર કેતન પટેલે જણાવ્યું કે અનેક વિષમ પરિસ્થિતિ ઓ વચ્ચે પ્રેક્ટિસ કરી ટીમમાં સ્થાન મેળવી દેશનું જિલ્લાનું નામ આગળ કર્યું છતાં ન તો અમને નોકરી મળી ન તો લોક ડાઉન માં કોઈ મદદ મળી.
જિલ્લાના બલાઇન્ડ ક્રિકેટરો અન્યને ત્યાં મજુરી કરી,ખેતરમાં કામ કરી કે દૂધ વેચી જીવન વ્યતીત કરી ભારે વિષમ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે,નોકરી, અને પૂર્ણ સમયની રોજગારીના અભાવે હાલે લોકડાઉન માં તેઓ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે .

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

“દહેજ ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો-2021” નો સમાપન સમારોહ યોજાયો.

ProudOfGujarat

મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!