– વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુર પીએસઆઇ એ. કે. દેસાઇ તેમજ તેમની ટીમેએ કરિયાણાની દુકાનમાં દરોડો પાડ્યો
ધરમપુરમાં દારૂની બદી નાશ કરવા માટે ધરમપુર પોલીસે હાથ ધરેલા ચેકિંગમાં તેમણે 5050 કિલો ગોળ અને 75 કિલો જેટલો નવસારનો જથ્થો પકડી પાડ્યો હતો. કરિયાણાની દુકાનમાંથી તેમણે આ જથ્થો પકડતાં દુકાનદાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ધરમપુર પીએસઆઇ એ. કે. દેસાઇએ એએસઆઇ આનંદા અર્જૂન, નરેન્દ્ર ચંદુભાઇ, રાહુલ વસન, ઘનશ્યામ આલા એ સાંઇકૃપા કરિયાણાની દુકાનમાં દરોડો પાડ્યો હતો . આ દુકાનની પાછળ બનેલા રૂમમાંથી તેમને 5050 કિલો ગોળના 292 બોક્સ અને 75 કિલો નવસારના બોક્સ મળી કુલ રૂ. 1.59 લાખનો દેશી દારૂ બનાવવાની સામગ્રી મળી આવી હતી. જેના પગલે પોલીસે દુકાનદાર સુનિલ બાબુભાઇ મોદી વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાર્તિક બાવીશી