મેવાડા બ્રાહ્મણસમાજ ઍકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ખેર ગામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૦૪ મી રામકથામાં આજે કર્મકાંડી બ્રાહ્મણોને અનાજની ૧૬ કીલોની કીટ વિતરણ કરીને ભુદેવો દ્વારા ‘વેકસીન લેવી જ જોઈએ’ જનજાગૃતિ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ખેરગામ બ્રહ્મસમાજના વડીલ અનંતરાય જાની, ઉમાશંકર ગોર, ભાસ્કરભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસપીઠ પરથી પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે દરેક ભુદેવો યજમાનોને વેકસીન લેવા સમજાવે એ જ અત્યારના સમયનો તકાજો છે. આ સાથે કિલ્લા પરડીના રી.પ્રિ.બી.એન.જોષી, પ્રતાપભાઈ જોષી, પારડી, વલસાડ અને નવસારીના શિહોર સંપ્રદાય ઔદીચ્ય બ્રહ્મસમાજના કર્મકાંડી બ્રાહ્મણોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામકથામાં આજે રામેશ્વર પૂજા કરવામાં આવી હતી. જેમાં પુષ્પાબેન ભીખુભાઇ પટેલ (નવેરા) ઉપસ્થિત રહ્યા હતા. ઉજ્જ્વલ ભારત યુટ્યૂબ અને ફેસબુક પર કથા શ્રવણ કરી રહેલા દર્શકોએ રામેશ્વર દર્શન કર્યું હતું. રામ ઈંદ્રજીતનો યજ્ઞ કેમ ભંગ કરાવે છે ? પ્રો.ભાર્ગવ દવે દ્વારા પ્રશ્ન પુછાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીપીનભાઈ રાજ્યગુરૂ એ કર્યું હતું.
કાર્તિક બાવીશી