વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડાની સાથે વલસાડ નવસારી સુરત ગ્રામ્ય ભરૂચ એસઆરપી વિભાગમાં મેડીકલ નોડલ અધિકારી તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. ડૉ. ઝાલા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારને મેડીકલ, કે કોઈપણ જાતની મૂંઝવણ અંગે તેઓ માર્ગદર્શન આપશે. ભારત દેશ ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસને અટકાવવા સરકાર દ્વારા પૂર્ણ વાયરસને તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં અટકવાનું નામ લેતો નથી ત્યારે ડી. જી ના આદેશ મુજબ રાજ્ય પોલીસ વડા તરીકે ફરજ બજાવતા અને ડૉક્ટરની ડિગ્રી મેળવનારા ૧૬ જેટલા અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને નોડલ અધિકારી નિમણૂક કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા જણાવ્યું કે વલસાડ, નવસારી, સુરત ગ્રામ્ય અને ભરૂચ એસઆરપી વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારને મેડિકલને લગતી કોઈપણ તકલીફ કે કોઈપણ જાતની મૂંઝવણ હોય તો તેઓને માર્ગદર્શન આપવામાં આવશેનું જણાવ્યું હતું.
કાર્તિક બાવીશી