વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એસઓજીના પીઆઇ વી. બી. બારડ અને પીએસઆઈ એલ. જી. રાઠોડ, કે. જે. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ અશોક શર્મા, કોન્સ્ટેબલ સહદેવસિંહ, કુલદિપસિંહ, અરૂણ અને રમેશભાઇએ પ્રેસ અને પોલીસના નામે રોફ જમાવનારને પકડી પાડ્યો.
વલસાડ જિલ્લામાં હથિયારબંધી ડામવા માટે એસ.ઓ.જી.એ હાથ ધરેલા ચેકિંગમાં તેમણે એક ડૂપ્લિકેટ પિસ્ટલ (એરગન) સાથે ફરતા વલસાડ પાલિહિલના ઇન્ટીરીયર ડિઝાઇનરને અવધ યુટોપિયામાંથી પકડી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એસ.ઓ.જીના પીઆઇ વી. બી. બારડ અને તેમના સ્ટાફના એલ. જી. રાઠોડે બાતમીના પગલે અવધ યુટોપિયામાં ચેકિંગ હાથ ધર્યું હતુ. ત્યારે તેમણે ત્યાંના પાર્કિંગમાં ઉભી રહેલી એક કાર ઇકોસ્પોર્ટ્સ કાર જીજે-15-સીએચ-2018 ની ચકાસણી કરતાં તેમાં સવાર મનિષ અરવિંદ પાંચાલ રહે. પાલિહીલ વલસાડ પાસેથી એક એરગન, 2 મોબાઇલ, પ્રેસના 3 આઇડી કાર્ડ અને એક લેધરવાળી પોલીસની સ્ટીક જેવી લાકડી પકડી પાડી હતી. જેના પગલે પોલીસે તેની અટકાયત કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્તિક બાવીશી