વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન મુજબ એલસીબીના કોન્સ્ટેબલ યોગેશ રાઠોડની બાતમીના આધારે સ્ટાફે દારૂનો અધધ જથ્થો પકડી પાડ્યો.
દમણથી દારૂનો મોટો જથ્થો નિકળતો હોવાની બાતમીના પગલે વલસાડ એલસીબીએ હાઇવે પર નાકાબંધી હાથ ધરી હતી. જેમાં તેમણે ધમડાચી ગામેથી રૂ. 12.79 લાખના અધધ દારૂ સાથે એક ટેમ્પો પકડી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પી.આઇ જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન મુજબ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોન્સ્ટેબલ યોગેશ કાંતિલાલની બાતમીના આધારે તેમણે ધમડાચી ગામે નાકાબંધી હાથ ધરી હતી. ત્યારે ત્યાંથી પસાર થતો એક ટેમ્પો નં. જીજે-15-ઝેડ-0105 ને અટકાવી તેની જડતી લેતા તેમાથી દારૂની 7788 બોટલો કિ. રૂ. 12.79 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે રૂ. 6 લાખનો ટેમ્પો સહિત કુલ રૂ. 18.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ તેમણે ટેમ્પો ચાલક અશોક હરી તાયડે (રહે. વિજલપુર નવસારી)ને પકડી પાડ્યો હતો તેમજ તેની વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ એલ.સી.બી. એ રૂ. 12.79 લાખનાં દારૂ સાથે એક ઇસમને પકડી પાડયો.
Advertisement