* પાછોતરા અનિશ્ચિત વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીંતિ
*વલસાડમાં અનિશ્ચિત વરસાદ થી બુમલા પાણીમાં ડુબ્યા
*સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકમાં કમોસમી વરસાદથી થયું ખેડૂતો ને મોટુ નુકશાન
ગુજરાતમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેવી ખેડૂતોના મુખ્ય ચર્ચાઓ જાગી છે.
ગુજરાતમાં આ વર્ષે પ્રથમ નોરતા થી અનેક વિસ્તારોમાં અનિશ્ચિત અનરાધાર વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વધુ પડતો મોસમનું વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ પાછોતરો વરસાદ પણ થતાં ખેડૂતોને પાકમાં નુકસાની થઈ છે. અનિશ્ચિત કમોસમી વરસાદના કારણે સીઝન પૂરી થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે ખેતીની ઉપજ પર સમગ્ર ગુજરાતના મોટાભાગના ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખરીફ પાકમાં વધુ પડતી ખેડૂતોને નુકસાની વેઠવી પડશે તેવું હાલના સમયમાં ખેડૂતોના મુખેથી જાણવા મળ્યું છે.
આ વર્ષે સીઝનનો અનિશ્ચિત વરસાદ થતાં વલસાડમાં બુમલા પાણીમાં ડુબી ગયા હતાં. તો સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ મગફળી ની સીઝન પૂરી થતા મગફળીના પથારા ઓ સૂકવવા મુક્યા હતા તે સમગ્ર પથારા ઓ પર વરસાદ થતાં પાણી ફરી વળ્યું હતું ખરીફ પાકમાં આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે તેવી શક્યતા છે. તો કપાસની વાવણી કરતા ખેડૂતોએ પણ એવો સૂર વ્યક્ત કર્યો હતો. કે આ વર્ષે કપાસનું વાવેતર પાછોતરા વરસાદ ના કારણે બગડ્યું છે. આ અંગે ખેડૂતોમાં જાતજાતની ચર્ચા ઓ જાગી છે આ અગાઉ પણ પાકમાં થયેલ નુકશાન વળતર હજુ સુધી મળ્યું નથી તો આ વર્ષે ખેતી માં થયેલ પાક નુકસાની નું વળતર મળશે કે કેમ? તેવા અનેક પ્રશ્નો ધરતીપુત્રોને સતાવી રહ્યા છે?
આ વર્ષે ખેતી માં થયેલ નુકસાન નું વળતરનું શું.? ખેડૂતોમાં ચર્ચાયો વેધક સવાલ.? જાણો વધુ…???
Advertisement