Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ : અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા રાજકીય જંગ જામ્યો…

Share

વલસાડ નગરપાલિકામાં પેટા ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગરપાલિકાના અપક્ષ સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે. વલસાડનાં યશેસ માલી, રમેશ પટેલ (ડેની), નિતેશ વસી, જાકીર પઠાણ એકાએક ભાજપમાં જોડાઈ જતાં આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે. અપક્ષનાં સભ્યો ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તેઓને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. અપક્ષ સભ્યો એકાએક ભાજપમાં જોડાઈ જતાં આગામી વલસાડ નગરપાલિકાની ચુંટણીમાં ફેરફારો થવાની શકયતાઓ સેવાઇ રહી છે તેમજ વલસાડ નગરપાલિકાના સભ્યોનાં લોકમુખે એવું ચર્ચાઇ રહ્યું છે કે આગામી ચૂંટણી પહેલા અનેક પ્રકારના ફેરફારો થવાની શક્યતા છે. તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા વલસાડમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. આગામી યોજાનાર ચૂંટણીઓમાં આખરે કોનું પલ્લું ભારી રહેશે તે તો સમય જ બતાવશે ?

Advertisement

Share

Related posts

સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

સુરતની લાજપોર જેલના કર્મચારીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

સુરત : મહિલા TRB જવાનનુ ટ્રકની ટક્કરે મોત: પિતાએ પણ અકસ્માતમાં ગુમાવ્યો હતો જીવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!