દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ જેવા વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ગઇકાલે મોડી રાત્રે વરસાદ થયો હતો. હવામાન ખાતાનાં જણાવ્યા અનુસાર તા.15 થી 17 સુધીમાં દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી જેના અનુસંધાને ગઈ કાલે મોડી રાત્રે વલસાડ અને તેની આસપાસનાં વિસ્તારોમાં અડધા કલાક સુધી ભારે વરસાદ થયો હતો. વલસાડનાં અનેક વિસ્તારોમાં હવામનમાં એકાએક પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો અને માછીમારો નવરાત્રિ પહેલાનાં આ પાછોતરાં વરસાદને કારણે ધેરી ચિંતામાં ડૂબી ગયા છે. વરસાદનાં લીધે ડાંગરનાં પાકમાં ભારે નુકસાની થવાની ભીંતિ પણ સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાતનું વહીવટી તંત્ર વરસાદને કારણે એલર્ટ થયું છે. દરિયા કિનારે માછીમારોએ સુકવવા મૂકેલા બૂમલા વરસાદી પાણીમાં પલળી જતાં ભારે ચિંતામાં ડૂબી ગયા છે. ગઇકાલે વલસાડ 1 ઇંચ, ધરમપુરમાં 2 ઇંચ, કપરાડામાં 8 ઇંચ, ઉમરગામમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડનાં હવામાનમાં પલટો ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ : ખેડૂતોની ચિંતામાં વધારો.
Advertisement