Proud of Gujarat
FeaturedGujaratINDIATop News

રાહુલ ગાંધી કાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુકશે રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટશે

Share

રાહુલ ગાંધી કાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુકશે રાહુલની સભામાં જંગી માનવમેદની ઉમટશે : રાહુલ રાફેલ ડિલ, ખેડૂતો, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર મોદી સરકાર અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરશે

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવા આવતીકાલે બપોરે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવી રહ્યા છે. તેઓ ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતે બપોરે એક વાગ્યે જનઆક્રોશ રેલીને સંબોધશે. આ રેલીમાં જંગી માનવ મેદની ઊમટી પડવાની શક્યતા હોઇ પક્ષમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર ઝુંબેશનો દબદબાભેર પ્રારંભ કરવા રાહુલ ગાંધી આવતીકાલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાનારી જનઆક્રોશ રેલીને સંબોધવાના છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અન્ય અગ્રણી મોહનસિંહ રાઠવા, શૈલેશ પરમાર તેમજ દક્ષિણ ગુજરાતના પક્ષના ધારાસભ્ય અને આગેવાન જનઆક્રોશ રેલીના આયોજનને લઇ હાલ ધરમપુર ખાતે છે. દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, આવતીકાલની રેલી ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનમાં યોજાશે. રેલી માટે પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સંસદ સભ્ય અહમદ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમની સાથે આવતી કાલની રેલીમાં પક્ષના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ જોડાશે. જાણકાર સૂત્રો કહે છે કોંગ્રેસ માટે ધરમપુરનું લાલ ડુંગરી મેદાન ઐતિહાસિક પુરવાર થયું છે. આ મેદાન ખાતે અગાઉ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને જે તે સમયની લોકસભાની ચૂંટણી અગાઉ વિશાળ રેલીને સંબોધી હતી. તે પછી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હોઇ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં લાલ ડુંગરી મેદાનને લકી મેદાન તરીકેની ઓળખ મળી છે. આવતીકાલે રાહુલ ગાંધી દિલ્હી અથવા મુંબઇથી વિમાન માર્ગે સુરત આવીને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ધરમપુર જશે. આવતીકાલની રેલી અને સભા દરમ્યાન ફરી એકવાર રાહુલ ગાંધી રાફેલ ડીલ, ખેડૂતો, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરશે. રાહુલ ગાંધી તાજેતરના સમયમાં ખુબ સક્રિય રહ્યા છે. જુદા જુદા રાજ્યોમાં કાર્યક્રમો યોજીને ભાજપ સરકાર અને મોદી ઉપર પ્રહારો કરી રહ્યાછે. સંવેદનશીલ મુદ્દાઓ ઉઠાવીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. રાહુલ ગાંધીની આવતીકાલે યોજાનારી રેલી ઉપર માત્ર કોંગ્રેસની જ નહીં બલ્કે ભાજપની પણ નજર રહેશે. વિરોધ પક્ષોની પણ નજર રહેશે. એકબાજુ કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગઢ ગુજરાતમાં ગાબડા પાડવા માટે તૈયાર છે. હાલમાં જ હિન્દુ પટ્ટાના ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને મોટી સફળતા મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આ ઉત્સાહને જાળવી રાખવા માટે કોંગ્રેસના પ્રમુખ ઉત્સુક છે. આના ભાગરુપે જ આવતીકાલે તીવ્ર પ્રચાર કરવા રાહુલ કમરકસી ચુક્યા છે.

Advertisement

Share

Related posts

ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ રર સ્થળે માટીનું ધોવાણ થયું.

ProudOfGujarat

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

ProudOfGujarat

દહેગામ જીઆઈડીસીમાં ટેન્કરમાંથી કેમિકલ કાઢવાના રેકેટનો પર્દાફાશ, ત્રણ આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!