ગુજરાતની બોર્ડરો સીલઃ દારૂડીયાઓને પકડવા ખાસ વાન :
સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની કડક કામગીરી બુટલેગરોને હંફાવશો
મુજે ‘ પીને ‘ કા ‘ શોખ’ નઈ પણ …..
(કાર્તિક બાવીશી ) યુવાનોમાં નવા વર્ષની ઉજવણીના ઉત્સાહનો અતિરેક ન સર્જાય અને ગુજરાતભરમાં દારૂની રેલમછેલ થતી રોકવા માટે ગૃહખાતાનો હવાલો ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નવા વર્ષની ઉજવણી નિમિતે કોઇ પણ રીતે દારૂ ન ઘુસે તેમજ દારૂ પી અસામાજીક તત્વો ‘ ઝૂમ બરાબર ઝૂમ શરાબી ‘ ન બને તે માટે રાજયભરના પોલીસ તંત્રને આપેલી કડક સુચનાને પગલે રાજય પોલીસ તંત્ર દ્વારા દારૂડીયાઓ અને બુટલેગરો સામે મહાયુધ્ધના મોરચા જેવી તૈયારીઓ કરી છે. બીજી તરફ ગુજરાતના દારૂના મોટા બુટલેગરો કે જેઓ ગુજરાતની વિવિધ બોર્ડરો ઉપરથી દારૂ પસાર કરાવી ગુજરાતના વિવિધ શહેર-જીલ્લાઓમાં ઉતારે છે તેઓ દ્વારા હરીયાણા, મહારાષ્ટ્ર વગેરે સ્થળે એડવાન્સ પૈસા અપાઇ ગયા છે. માટે તેઓ ઓછામાં ઓછી ખોટ જાય તે માટે અવનવા રસ્તા અપનાવી રહયા છે. એમ્બ્યુલન્સ, ઘઉંના ગોડાઉનો, દવાના પાર્સલો વિગેરે વચ્ચે જે દારૂ ઘુસાડવામાં આવે છે તે પોલીસે તમામ રણનીતી ભેદી નાખી હોવાથી હવે બુટલેગરો પણ અન્ય રણનીતીમાં કાર્યરત થઇ ગયા છે. હજારો પોલીસ રસ્તા ઉપર ઉતરી છે ગુજરાતની બોર્ડરો સીલ કરવામાં આવી છે. દારૂ પીધેલાઓને પકડવા માટે ખાસ સાધનો પણ પોલીસે ખાસ ટુકડી સાથે ઉતાર્યા છે. વાહનોની ચકાસણી ચાલી રહી છે. દારૂડીયાઓને પકડવા માટે ખાસ વાહનો રસ્તા પર દારૂડીયાઓને પકડવા માટેના વાનના બોર્ડ સાથે મેદાને છે. પોલીસના મહાયુધ્ધના મોરચામાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન માર્ગદર્શનમાં ખાસ વ્યવસ્થા ગોઠવાઇ છે. બાઇકસ્વારો મેદાને પડયા છે. રસ્તાઓ ઉપર રાત-દિવસ ચેકીંગ ચાલુ કરાવ્યું છે.સુરત રેન્જના તમામ જીલ્લામાં પોલીસનું સધન પેટ્રોલિંગ જોવા જડે છે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન માનવતા ધરાવનાર અધિકારી છે લોકોના પ્રશ્નો હંમેશા તેના માટે પહેલા રહે છે સુરત રેન્જમાં દારૂનો વેપલો કરનારની ખેર રાજકુમાર પાંડિયનને રાખી નથી વલસાડ જીલ્લામાં પણ પોલીસનું પેટ્રોલિંગ જોરદાર રહ્યું હતું વલસાડ જીલ્લા પોલીસ વડાસુનિલ જોષીનો આદેશ દારૂ વેચનાર અને પીધેલાને પકડવા પોલીસે ખુબજ મહેનત કરી રહ્યા છે વલસાડ જીલ્લા પોલીસ જવાનોની દિનરાતની મહેનત દારૂના ‘ મદિરા પાન ‘ કરનારનો રંગ ‘ બેરંગ’ કર્યો છે