(કાર્તિક બાવીશી )વલસાડના એરોયોગ સ્ટુડિયોમાં આજરોજ આવેલા આર્મી વુમન સમીરા તલ્હાએ વલસાડની મહિલાઓને શાકા ડાન્સ સાથે સ્વબચાવ માટે કરાટે ટેકનિકની ટ્રેનિંગ આપી હતી.
વલસાડના તિથલ રોડ પર આવેલા એરોયોગ ફિટનેસ સ્ટુડિયોમાં આજરોજ સ્પેનમાં આર્મી વુમન રહી ચૂકેલા મૂળ સાઉથ આફ્રિકાના મોરોકકોના વતની સમીરા તલહાએ મહિલાઓને ડાન્સ અને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧ વર્ષ સ્પેનમાં આર્મીમાં નોકરી કર્યા બાદ રાજીનામું આપી દીધું હતું. અને કરાટેના માસ્ટર બની મહિલાઓને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાઓના સ્વરક્ષણ માટે તેઓ એકેડમી ચલાવી રહ્યા છે. સાથોસાથ તેમણે નાચવા સાથે મગજને આનંદ મળે તે માટે એક શાકા ડાન્સનું સર્જન કર્યું હતું. જે ડાન્સ આજે દુનિયાના જુદા જુદા દેશોમાં પ્રચલિત થઈ રહ્યો છે. વલસાડની મહિલાઓને પણ તેમણે આજે શાકા ડાન્સ કરાવ્યો હતો. સાથોસાથ તેમણે જ્યારે કોઈ યુવાન કે યુવાનો દ્વારા જબરજસ્તી કરવામાં આવે ત્યારે કેવી રીતે તેને બચવું તેની ખૂબ જ સરળ ટેકનીક બતાવી બધાને ખુશ કરી દીધા હતા. એરોયોગના સંચાલક જીગ્નેશ રાઠોડે સ્વરક્ષણ માટેની સરળ ટેકનીક બતાવવા બદલ સમીરાનો ખુબ આભાર માન્યો હતો.
સ્પેનની આર્મીવુમને વલસાડમાં મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી
Advertisement