વલસાડ :આજે સવારે વલસાડના વાધલપરા ગામ નજીક અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે.આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ મૃતકો એક જ પરિવારના છે આ અંગે મળતી વિગત મુજબ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર લગ્ન કરીને પરત ફરી રહ્યો હતો અકસ્માતમાં કન્યાનું મોત થયું છે, જ્યારે વરરાજા ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થતાં આનંદનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો છે મળતી વધુ વિગત મુજબ વલસાડના વાઘલધરા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં કારના બોનેટનો કડુચલો બોલી ગયો હતો. કારમાં સવાર ચાર લોકોને ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. પીડિત પરિવાર પારડીથી લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. જે કારને નડ્યો હતો તેમાં વરરાજા અને કન્યા સવાર હતા. અકસ્માતમાં કન્યાનું મોત થઈ ગયું છે, તેમજ વરરાજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતનો ભોગ બનેલી કારનો નંબર GJ21AQ- 8220 છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટેલે લોકોમાં નિકુંજ જેન્તિલાલા રાણા, યશવંતી રાણા, ચૈતાલી રાણા (દુલ્હન) અને પરી રાણાનો સમાવેશ થાય છે. જ્યારે ચિરાગ રાણા (વરરાજા) ગંભીર રીતે ઘાયલ થયા છે.
વલસાડના વાઘલધરા ગામ નજીક લગ્ન કરીને પરત આવતા કારને અકસ્માત :દુલહન સહીત ચારના મોત :બે લોકોને ઇજા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્મામાં કારના બોનેટનો કડુલસો :આનંદનો માતમમાં ફેરવાયો
Advertisement