ગુજરાત ના તમામ જીલ્લાઓ,તાલુકાઓ તેમજ અલગ અલગ ગામડાઓ માંથી આહીર સમાજ ને બહોળી સંખ્યા માં પધારવા અનુરોધ
(કાર્તિક બાવીશી )ભારત દેશમા આહીર યાદવો ની વસ્તી તમામ રાજ્ય માં વસવાટ કરે છે જે અંદાજીત ૨૫ થી ૨૬ કરોડ આસપાસ છે આહીર યાદવ સમાજ ભારત દેશ ના ઇતિહાસ માં ઘણા બધા બલિદાનો આપ્યા છે
ભારતીય સેના માં આહીર યાદવ સમાજ ની સંખ્યા વધારે છે અને તમામ યુદ્ધ માં વધારે બલિદાનો આહીર યાદવ સમાજે આપેલ છે આઝાદી પેલા ૧૮૫૭ ની ક્રાતિ મા સૌથી વધારે આહીર સમાજનાં સેનિકોનું બલિદાન હતું ત્યાર બાદ પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજું વિશ્વ યુદ્ધ,૧૯૪૮ બડગાવ , ૧૯૬૧ ગોવા લિબ્રેશન, ૧૯૬૨ રેજાંગલા,૧૯૬૫ હાજીપીર,૧૯૬૭ નાથુલા, ૧૯૭૧ જેસલમેર,૧૯૮૪ ઓપરેશન મેઘદૂત, ૧૯૮૭ શ્રીલંકા,૧૯૯૯ ટાઇગરહીલ- કારગિલ ત્યારબાદ ભારતદેશ ની શાન સંસદ ભવન પર થયેલ હુમલામાં અને ગુજરાત ના અક્ષરધામ પર થયેલ હુમલામાં અને ૨૬/૧૧ મુંબઈ બ્લાસ્ટ આ તમામ યુદ્ધ મા અહીરો પોતાનું લોહી અને બલિદાન ભારત માતા ના શરણોમાં સમર્પિત કર્યું છે અને દેશ ની હર હમેશ રક્ષા કરેલ છે જયારે જયારે આ દેશ ને જરૂર પડી છે ત્યારે ત્યારે આહીરો એ પોતાના બલિદાનો દેશ ની રક્ષા માટે સમર્પિત કર્યા છે આથી એ સેનિકો ના ખંભા પર આહીર લખવાનો હક બને છે
આહીર સમાજ ની વર્ષો જૂની માંગ આહીર રેજીમેન્ટ માટે છેલ્લા ૭૦ વર્ષ થી માંગી કરી રહ્યો છે જેના ઉપક્રમે ગુજરાતમાં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડ મા આગામી તા ૧૮ નવેમ્બર રવિવાર ને સમય બપોરે ૨:૦૦ વાગ્યે આહીર સમાજ દ્રારા આહીર રેજીમેન્ટ મહાસંમેલન નું આયોજન કરવામાં આવેલ છે તો પુરા ગુજરાતના તમામ આહીર સમાજ મોટી સંખ્યામાં હાજરી આપી અને ગાંધી સીંધ્યા માર્ગે શાંતિ પૂર્ણ આહીર રેજીમેન્ટ માંગ સરકાર સમક્ષ મુકશે
આહીર સમાજ ના તમામ સંગઠનો,સંસ્થાઓ સમાજના વડીલો, તેમજ યુવાનો દ્રારા આ આયોજન ને સફળ બનાવવા મેહનત કરી રહ્યા છે તેમ હેમંતભાઈ યાદીમાં જણાવ્યું હતું
આહીર હેમંત લોખીલ
પ્રમુખ ગુજરાત
અખીલ ભારતીય યદુવંશી મહાસભા