Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમની આવક દોઢ વર્ષમાં માત્ર 75 હજાર

Share

 
સૌજન્ય/DB/વલસાડના પનોતા પૂત્ર અને દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇના સમગ્ર જીવનચરિત્રની અદભૂત ઝાંખી કરાવતું ડિજિટલ મ્યુઝિયમ રાજ્યમાં સૌપ્રથમ વલસાડમાં નિર્માણ પામ્યું છે. જો કે રાજ્ય સરકારે પાલિકાને શહેરમાં આગવી ઓળખના કામ માટે ફાળવેલી રૂ.3.15 કરોડની ગ્રાન્ટ હેઠળ બનેલા આ અનોખા મ્યુઝિયમ દ્વારા પાલિકાને પાલિકાને છેલ્લા દોઢ વર્ષમાં માત્ર રૂ.75 હજારની જ આવક મળી શકી છે.

વલસાડની મહાન વિભૂતિ ગણાતા સ્વ. મોરારજી દેસાઇની સ્મૃતિને જીવંત રાખવા અને તેમના વ્યક્તિત્વને નિખાર આપતા જીવનચરિત્રથી ભાવિ પેઢીને પ્રેરણા મળે તેમજ તેમના જીવન સફરની માહિતીથી વાકેફ થાય તે માટે વલસાડ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત આગવી ઓળખના કામ પેટે રૂ.3.15 કરોડની ગ્રાન્ટ સને 2013-14માં ફાળ‌વી હતી.જેની ચૂકવણી ચાર હપ્તામાં કરાઇ હતી.આ ગ્રાન્ટમાંથી પાલિકાએ વર્ષ 2015-16માં મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમનું નિર્માણ કર્યું હતું.જેનું ઉદઘાટન તત્કાલિન મુખ્યમંત્રી આનંદીપટેલના હસ્તે કરાયું હતું.આ મ્યુઝિયમમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓ,પ્રવાસીઓને આકર્ષણ થાય તે રીતે બનાવવામાં આવ્યું છતાં તેમાં મૂલાકાતીઓનું પ્રમાણ ઘટતું રહ્યું છે.પાલિકા દ્વારા આ મ્યુઝિયમનો નિયમિત પ્રચાર પ્રસાર કરવામાં ઉણી ઉતરી છે.આ મ્યુઝિયમ મોટાભાગે બંધ રહે છે.જ્યારે કોઇ મૂલાકાતીઓ આવવાના હોય ત્યારે ખોલવામાં આવે છે. દોઢ વર્ષમાં 2015-17 દરમિયાન માત્ર રૂ.75 હજારની આવક થઇ હોવાનું પાલિકાના દફતરે નોંધાયું છે.

Advertisement

અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યોની નિષ્ફળતા

શહેર ભાજપના માજી ઉપપ્રમુખ બિપીન દેસાઇએ જણાવ્યું કે,મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમ ખરેખર અદભૂત છે.પરંતુ પાલિકાના અધિકારીઓ,પદાધિકારીઓ અને ચંટાયેલા સભ્યોની નિષ્ફળતાને લઇ બંધ હાલતમાં છે. મ્યુઝિયમ અને ઓડિટોરિયમનો નિભાવ અને પગાર ખર્ચ રૂ.14.61 લાખ છે તેવું રેકર્ડ પર બતાવાયું છે. જ્યારે મ્યુઝિયમની આવક માત્ર રૂ. 75 હજાર છે.

આંકડાકિય માહિતીમાં બંન્નેમાં વિરોધાભાસ

અરજદારને આપેલી આંકડાકિય માહિતીમાં પાલિકાએ મ્યુઝિયમ અને ઓડિટોરિયમનો નિભાવ અને પગાર ખર્ચ 2017-18માં રૂ.14.36 લાખ બતાવ્યો છે જ્યારે બીજી તરફ ફક્ત મ્યુઝિયમની આવક 14 સપ્ટેમ્બરથી 8 માર્ચ 2017 સુધી માત્ર રૂ.75 હજાર દર્શાવી છે.નિભાવ અને પગાર ખર્ચ બંન્નેના સાથે આપ્યા જ્યારે આવક માત્ર મ્યુઝિયમની આપવામાં આપતા વિરોધાભાસ જોવા મળ્યો છે.

પ્રવાસ સ્થળ તરીકે વિકસાવવા પ્રયાસો થયા નથી

સમગ્ર ગુજરાતના નાના મોટા શહેરો ગામોથી રમણીય તિથલ બીચ પર પ્રવાસીઓની દરરોજ લગભગ 10 લકઝરી બસો આવે છે.આવા પ્રવાસ ઓર્ગેનાઇઝરોનો સંપર્ક કરી મોરારજી દેસાઇ ડિજિટલ મ્યુઝિયમનો પ્રવાસન સ્થળ તરીકે પ્રચાર કરવામાં આવે કે તેમનો સંપર્ક કરાય તો સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઇના જીવન ચરિત્રની ઝાંખી કરાવી શકાય.દક્ષિણ ગુજરાતની કોલેજો શાળાઓમાં પણ પ્રચાર કરવામાં આવે તો તેઓ પણ લાભ લઇ શકે તેમ છે.

મ્યુઝિયમ- ઓડિટોરિયમની આવક અને ખર્ચ સરભર

મ્યુઝિયમના પ્રચાર પ્રસાર કરવા માટે અરજદાર બિપીનભાઇ દેસાઇનું સૂચન યોગ્ય છે.બીજી તરફ મોરારજી દેસાઇ મ્યુઝિયમ અને ઓડિટોરિયમની સહિયારી આવક રૂ.15 લાખની આસપાસ છે જેનો ખર્ચ 14.61 લાખ છે જેના કારણે ખર્ચ અને આવક સરભર થઇ રહે છે. હિતેશ પટેલ,ઇજનેર


Share

Related posts

ભરૂચ ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!