(કાર્તિક બાવીશી )વલસાડ નજીક આવેલા ગુંદલાવના જુના પ્લોટ નં.- ૮૧ પર આવેલા ગોડાઉનમાંથી વલસાડ રૂરલ પોલીસે ૧૬ લાખ રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો સાથે કુલ ૩૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ આરંભી હતી તો બીજી તરફ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીએ પણ તાકીદ કરતાં જિલ્લા પુરવઠા અધિકારીએ પણ આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ કોણ છે તેની તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડના કુખ્યાત કાળાબજારીયા અને ગરીબોનું ખાનારા જીતુ કચ્છી અને તેના સાગીરત ઇસ્માઇલ રાણાના નામ બહાર આવ્યા હતા. જીતુ કચ્છીના નામે ગુન્હાહિત ઇતિહાસ હોય આથી વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીએ આ બંને ઇસમો સામે ૫ીબીઍમની દરખાસ્ત કરી જિલ્લા પોલીસ વડાને મોકલી આપતાં જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ આજે મોડી સાંજે પીબીએમ હેઠળ ધરપકડ કરી કુખ્યાત જીતુ કચ્છીને જૂનાગઢ જેલમાં અને તેના સાગીરત ઇસ્માઇલ રાણાને રાજકોટ જેલમાં રવાના કરી દીધા હતા. ગરીબોના મોઢામાંથી અનાજ છીનવી લઇ કાળાબજારમાં મોકલનાર કુખ્યાત કાળાબજારીયા જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણાને વલસાડના ગુંદલાવ ખાતે મળેલા રૂ. ૧૬ લાખના સરકારી અનાજના જથ્થા પકડાવવાના પ્રકરણમાં પુરવઠા વિભાગે ટ્રક ડ્રાયવર અને ગોડાઉનના ભાડુઆત પ્રકાશ નાયકા સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યા બાદ પ્રકાશ નાયકા ભાગી ગયો હતો. અને પોલીસ પકડથી દુર રહી નામદાર હાઇકોર્ટમાં આ પ્રકરણમાં સ્ટેટસ્કો જાળવી રાખવા પિટીશન દાખલ કરી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી સી.આર. ખરસાણે ઝુંપડામાં રહેતા પ્રકાશ નાયકાની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે તેની તપાસ શરૂ કરી હતી અને તપાસના અંતે પ્રકાશ નાયકાના મોબાઇલ પર સતત ૫૦થી વધુ વખત વાત કરનારા જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણાના નામો બહાર આવ્યા હતા. જેના આધારે પોલીસે ગત શુક્રવારના રોજ આ બંને ઇસમોની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. તો બીજી તરફ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીએ પણ આ બંને કાળાબજારીયાઅોનો ગુન્હાહીત ઇતિહાસ શોધી કાઢ્યો હતો. જીતુ કચ્છી સામે થયેલા કાળાબજારના કેસોની યાદી પણ તૈયાર કરી હતી. ઍટલું જ નહીં અગાઉના પીબીઍમ દરમ્યાન થયેલી તપાસના સાધનિક પુરાવાઅો પણ ઍકત્રીત કર્યા હતા. અને બંને સામે આજરોજ પીબીઍમની કાર્યવાહી હાથ ધરી સવારે જિલ્લા પોલીસ વડાને પીબીઍમ કરવાના આદેશો પકડાવી દીધા હતા. તો બીજી તરફ વલસાડ રૂરલ પોલીસે રિમાન્ડ પુરા થતાં આ બંનેને કોર્ટમાં રજુ કર્યા હતા. અને કોર્ટમાંથી જ વલસાડ પોલીસે આ ઇસમોની પીબીઍમ હેઠળ અટકાયત કરી કુખ્યાત કલાબજારીયો જીતુ કચ્છીને જૂનાગઢ જેલમાં અને ઇસ્માઇલ રાણાને રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.ત્યારે કહેવાઈ કે ગરીબોનૌ અન્નનૌ કોડિયો ખાનારના દાંત પળી જાય છે વલસાડ જિલ્લામાં આ બે નામચીન વ્યક્તિ ગરીબોને લૂંટનાર હવે મેલમાં નઈ પણ જેલમાં હવા ખાસો તેવી સ્થાનિકોમાં ચર્ચાછે
જ્યારે લોકો પણ કહે લૂંટારાને ઝેલજ શોભે મેલ નઈ
ગરીબોનું અન્ન લૂંટનારા :લૂંટારા વલસાડના કુખ્યાત કાળાબજારી જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણા પીબીએમ બાદ જેલમાં ધકેલાયા
Advertisement