Proud of Gujarat
GujaratFeaturedINDIA

હનુમાનભાગડામાં દીવાલ તૂટી પડતા બાળક સહિત પરિવારના 5 દબાયા

Share

 

સૌજન્ય/વલસાડ નજીક આવેલા હનુમાનભાગડામાં કાચા મકાનની ઇંટની દીવાલરાત્રિ દરમિયાન અચાનક તૂટી પડતાં નિંદ્રા માણી રહેલા ગરીબ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા.1 મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ અને લોટસમાં 108 એમ્બ્યુલન્સ મારફત દાખલ કરાયા હતા.

Advertisement

હનુમાનભાગડાના દેસાઇ ફળિયા પાછળ રહેતી મહિલા નીરૂબેન નટુભાઇ રાઠોડ તેમના પૂત્ર હિતેશ નટુભાઇ રાઠોડ, રેખા રાજેશ રાઠોડ અને રેખાના બે સંતાનો સાથે પતરાંવાળા કાચા મકાનમાં રહે છે. મકાનની ફરતે ઇંટની પ્લાસ્ટર વિનાની દીવાલચણવામાં આવી હતી. જેમાં છુટક કામ કરતો શ્રમિક પરિવાર ગુજરાન ચલાવી રહેતું હતું.

ગતરાત્રિ દરમિયાન 11 વાગ્યાના સુમારે આ પરિવાર ઉંઘમાં હતું તે દરમિયાન અચાનક પ્લાસ્ટર વિનાની ઇંટની દીવાલતૂટી પડતાં ઘરના પાંચે સભ્યોને માથા અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી.આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા.તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી કાટમાલ ખસેડી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં મહેશને જાંઘના ભાગે ફ્રેકચર,મહિલા રેખાને માથાના ભાગે ઇજા થઇ હતા.4 અને 7 વર્ષના 2 બાળકોને હાથ અને પગના ભાગે ઇજા પહોંચી હતી.આ તમામને સિવિલ અને લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ  છે. ત્યારે વહિવટી તંત્રએ પરીક્ષાને લગતી કામગીરીને આખરી ઓપ આપી દીધો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના 53 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે..

ProudOfGujarat

ભરુચ નગર પાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલ વ્યક્તિના કિડની અને લીવરનું દાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!