(કાર્તિક બાવીશી )વલસાડ જીલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ દશેરાના પાવન પર્વ નિમિત્તે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આજરોજ ધાર્મિક વિધી મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું શસ્ત્ર પૂજનની આ વિધિમાં નવનિયુક્ત નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક , એલસીબી પીઆઇ, એમ.કે.કામળિયા, હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસે અશ્વનું પૂજા વિધી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવા આધુનિક સુવિધા સાથેની ક્રેનનું પૂજા વિધી કરવામાં આવી હતી.આજે દશેરા. મહાશકિતની તાકાતના પરચાનો દિવસ. હાહાકાર સર્જીને બિહામણું અટ્ટહાસ્ય કરનાર રાક્ષસી તાકાતનો વધ થયો હતો. દૈવી શકિતએ રાવણનો ઉદ્ધાર કર્યો હતો. આ ઉત્સવ શકિત અને શૌર્યનો છે. દૈવી તાકાત પર ભરોસો મજબૂત કરવાનો આ અવસર છે. દશેરા પર્વે શસ્ત્ર પૂજનની પણ પરંપરા છે. હિન્દુ ધર્મ-શાસ્ત્રોમાં માનવતા અને માનવ અધિકારોને પ્રાધાન્ય અપાયું છે, પરંતુ નકારાત્મકતા અને રાક્ષસીવૃત્તિ સામે પૂર્ણ તાકાતથી લડીને તેનો વિનાશ કરવાનો પણ સંદેશ છે
વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આજરોજ ધાર્મિક વિધી મુજબ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
Advertisement