વલસાડ|છીપવાડ સ્થિત કૃષ્ણ પ્રણામી જૂના મંદિર ખાતે મહામતિ સ્વામી પ્રાણનાથજી પ્રાગટ્ય ચતૃર્થ શતાબ્દી મહોત્સવ અને તારતમસાગર પારાયણ પૂર્ણાહુતિનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. 13-14 ઓક્ટો. શનિ-રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સવારે ભજન-કીર્તનથી શરૂઆત થયા બાદ રામચરણદાસજી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીલ ભક્તોને આશીર્વચન આપ્યા હતા. સાંજે મંદિર પરિસરમાં ધ્વજારોહણ બાદે સાંજે શોભાયાત્રા નીકળી હતી. જેમાં મહિલામંડળ અને ભક્તો દ્વારા સંગીતના સૂરતાલે રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. બીજા દિવસે ચાર ચરણમાં 400 પારાયણની પૂર્ણાહુતિ સવારે શરૂ કરાયા બાદ બપોરે પૂર્ણ થઈ હતી. સૌજન્ય
Advertisement