Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ પાસે ડિવાઈડર સાથે ટાટા સુમો અથડાતાં બેનાં મોત

Share

 

સૌજન્ય-ડુંગરી: વલસાડ ડુંગરી નજીક વાઘલધરા હાઈવે પર વાપીથી સુરત તરફ પૂરપાટ જતી સૂમોકાર ડિવાઈડર સાથે ભટકાતા કારમાં સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાને લઈ મોત નિપજ્યું હતું. અન્ય એક યુવાનને વલસાડ સિવિલમાં લઈ જતી વેળાએ તેણે રસ્તામાંજ દમ તોડ્યો હતો. ડુંગરી પોલીસે ફરિયાદની તજવીજ ચાલી રહી છે. સુરતના નાનપુરા માછીવાડ ખાતે એક જ મહોલ્લામાં રહેતાં દસ મિત્રો રવિવારે ટાટા સુમો કારમાં દમણ વાપી તરફથી રવિવારની રજા માણી સુરત ઘરે પરત ફરતી વખતે રવિવારે સાંજે 5:30 કલાકે વાઘલધરા ઓવરબ્રીજ પાસે કારના ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમાવતાં કાર ડીવાઈડર પર ચઢી જતા અકસ્માતમાં કારમાં સવાર 14 વર્ષીય રૂદ્રકુમાર જીતેન્દ્ર લશ્કરીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.જયારે નવ વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચતાં વલસાડ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાની તરન્નુમને 2013માં સ્પાઈનમાં ઈજા હતી આજે રાજ્યની યંગેસ્ટ ફૂટબોલ કોચ

ProudOfGujarat

સુરત : ભારે વરસાદના પાણીમાં 50 મુસાફરો ભરેલી બસ ફસાઇ : ટ્રેક્ટરની મદદથી લોકોનું કર્યું દિલધડક ઓપરેશન.

ProudOfGujarat

સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!