Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ ખાતે નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા યુવા સેમિનાર યોજાયો

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લા નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા વિશ્વ યોગ દિને આર.પી.એફ. ગ્રાઉન્‍ડ ખાતે યુવા સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારનું ઉદ્‌ઘાટન ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ તેમજ નાયબ કલેક્‍ટર કે.જે.ભગોરાના હસ્‍તે કરાયું હતું.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, સમગ્ર વિશ્વ યોગા તરફ વળી રહ્યું છે ત્‍યારે તંદુરસ્‍તી જાળવવાની સાથે સ્‍વસ્‍થ રહેવા માટે નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો હતો.

નાયબ કલેકટર કે.જે.ભગોરાએ રોગના નિવારણ માટે યોગાનું મહત્ત્વ સમજાવી સ્‍વચ્‍છતા, પર્યાવરણ જાળવણી માટે કટિબધ્‍ધ બનવા અનુરોધ કર્યો હતો.

યોગગુરુ મહેન્‍દ્ર પ્રતાપ સીંગ તેમજ અમૃતા પટેલે યોગાસનની સમજૂતી સાથે યોગાસનો કરાવ્‍યા હતા.

આ અવસરે બ્રહ્મા કુમારી વલસાડના રંજનદીદીએ જણાવ્‍યું હતું કે, આત્‍મા-પરમાત્‍માનું મિલન, મનની એકાગ્રતા, કર્મોની કુશળતા, સાથે યોગા કરવાથી જીવનમાં શાંતિ મળે છે.

નેશનલ એડવેન્‍ચર ઇન્‍સ્‍ટીટયૂટના ડાયરેકટર પરેશ રાવલે જણાવ્‍યું હતું કે, ટેન્‍શન હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્‍યારે મનને એકાગ્ર કરી- એક મીનીટ માટે મૌન ધારણ કરવાથી રાહત થાય છે. નગરપાલિકા પ્રમુખ પંકજ રાવલ, આશાપુરા ટ્રસ્‍ટના નાનજીભાઇ ગુર્જર, લઘુ ઉદ્યોગના પ્રમુખ શરદભાઇ ઠાકર, જે.સી.આઇ.ના પ્રમુખ કલ્‍પેશ ગાંધી, પતંજલિના જિલ્લા પ્રમુખ પ્રિતીબેન પાંડે વગેરેને પ્રાસંગિક ઉદબોધનો કર્યાં હતાં.

નહેરુ યુવા કેન્‍દ્રના યુવા સંયોજક મનિષાબેન શાહે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

ઉત્‍કર્ષ મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન પ્રજાપતિએ આભારવિધિ આટોપી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ઉત્‍કર્ષ મહિલા મંડળ, નહેરુ યુવા કેન્‍દ્રના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ મંડળના યુવાઓ જોડાયા હતા.


Share

Related posts

ફ્રી શિક્ષણ આપતી વડોદરાની એકમાત્ર શાળા ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ.

ProudOfGujarat

ભરૂચ : સરાહનીય કામગીરી : મુખ બધિર ધ્વનિ શાળાને ઇનરવ્હીલ ક્લબ દ્વારા 25 હજાર રૂપિયાનો ચેક અપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ઉદ્યોગો નું મિશન કાશ્મીર જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!