Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

Share

 
વલસાડ નજીકના બીનવાડા ગામે એક અસ્થિર મગજના પુત્રએ પોતાના સગા બાપને માથામાં લાકડાના ફટકા મારી મોત નિપજાવ્યાનો બનાવ રૂરલ પોલીસ મથકે નોંધાયો છે.

બીનવાડાના અમાનપોર ફળિયામાં રહેતા જગુભાઈ પરાગભાઈ પટેલ તેમના પત્નિ શાંતિબેન, બે દિકરા મોટો હર્ષદ ઉવ.35 જે અસ્થિર મગજનો છે અને નાનો હિતેશ ઉવ.32 જે ખેતીકામ કરે છે. એક દિકરી દિપીકા જેના લગ્ન થઈ ગયા છે. ગત 22મી સપ્ટેમ્બરના રોજ રાત્રે જમી પરવારીને જગુભાઈનો પરિવાર સૂવાની તૈયારી કરતો હતો, તે દરમિયાન તેમનો મોટો દિકરો અસ્થિર મગજનો હર્ષદે અચાનક ચૂલામાં બાળવાનું એક લાકડું લઈ જ્યાં જગુભાઈ અસ્થિર પુત્રએ પિતાને માથામાં ખાટલામાં સૂતા હતા, ત્યાં જઈ તેમના માથામાં ફટકારતાં જગુભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. બૂમાબૂમ કરતાં હર્ષદ લાકડું લઈ ભાગી ગયો હતો. આસપાસના લોકોએ 108ને જાણ કરતાં જગુભાઈને લોહીલુહાણ હાલતમાં વલસાડ સિવિલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને ગત 30મી સપ્ટે.ના રોજ સુરત સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રવિવારે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું. જે અંગે તેમના પત્નિ શાંતિબેને પોતાના અસ્થિર મગજના દીકરા હર્ષદ વિરૂધ્ધ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

વડોદરા : લોક રક્ષકની પરીક્ષામાં કેન્દ્ર બદલાતા વિદ્યાર્થીઓની મદદ કરતી હરણી પોલીસની ટીમ.

ProudOfGujarat

હિસ્સા આર્ટસનાં “એન્ડ્યુરિંગ માઈન્ડસ” એ સુરતનાં શ્રેષ્ઠ આર્ટિસ્ટિક વર્ક રજૂ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!