Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સાયન્સ કોલેજ હોસ્ટેલના રસોઈયા વિરૂધ્ધ આખરે ગુનો દાખલ

Share

 
FILE PIC_કોલેજ કેમ્પસની બીકેએમ સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓના મોબાઈલ પર તાજેતરમાં રસોઈયાએ અભદ્ર કોમેન્ટ કરતાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થિનીઓએ મેનેજમેન્ટને જાણ કર્યા બાદ શુક્રવારે સિટી પોલીસ મથકે રસોઈયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

કોલેજ કેમ્પસમાં બી.કે.એમ.સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે રસોડું પણ ચાલી રહ્યું છે. જેમાં ભરૂચનો દુર્ગેશ રબારી(પરમાર)રસોઈયા તરીકે કામ કરતો હતો. તે દરમિયાન રસોઈયાએ મેસના રજીસ્ટરમાંથી કેટલીક છોકરીઓના મોબાઈલ નંબર પણ મેળવી તેમની સાથે મિત્રતા કેળવી હતી. ધીરે ધીરે રસોયઈયા દુર્ગેશ રબારીએ તેના મોબાઈલ પરથી છોકરીઓ સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું હતું. તેણે છોકરીઓના મોબાઈલ પર ગંદી હરકતો તેમજ ફ્રેન્ડશીપ માટે પ્રપોઝ કરતો હતો. તેણે ખરાબ મેસેજ અને શાયરીઓ પણ લખી હતી. જે તમામ છોકરીઓ દુર્ગેશથી કંટાળી ગઈ હતી. જેથી રેક્ટર સંગીતાસિંગ અને ડાયરેક્ટ સુનિલ મરઝાદીની સલાહ બાદ પોલીસ ફરિયાદ નોંધાવા હોસ્ટેલની યુવતી તૈયાર થઈ હતી. પોલીસે દુર્ગેશ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે… સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

રાજપીપલા સહીત નર્મદામા વિધિવત ચોમાસાનો પ્રારંભ

ProudOfGujarat

અંકલેશ્વર- દર્દીને હોસ્પિટલ પહોંચાડી ચાંદીના દાગીના અને ગાડી પોલીસ મથકે જમા કરાવી યુવાને માનવતાની મેહક પસરાવી.જાણો વિગતે…

ProudOfGujarat

માંગરોળ મોસાલી ચાર રસ્તા ખાતે મજૂરો પગ પાળા જઈ રહ્યા હતા એમને નાસ્તા-પાણી કરાવી વાહનમાં રવાના કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!