સૌજન્ય/ચાતુર્માસની કઠોર તપસ્યા બાદ વલસાડ અને શહેરના અબ્રામા વિસ્તારની જૈન મહિલા મંડળે માનવીય સેવાની રાહ ચિંધી છે.આ મંડળની મહિલાઓએ વલસાડ સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહેલા 450 દર્દીઓને સફરજન,કેળા,બિસ્કિટ,વેફરના પેકેટો તૈયાર કરીને રૂબરૂ વિતરણ કરતાં દર્દીઓ ભાવવિભોર થઇ ગયા હતા.
વલસાડ અને અબ્રામાના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન મેવાડ મહિલા સંઘની જૈન મહિલાઓએ ચાતુર્માસના લાંબા ગાળામાં કઠોર ઉપવાસ કરી પર્યુષણના ગાળામાંથી પસાર થયા બાદ માનવીની સેવાનો યજ્ઞ પાર પાડ્યો છે. આ બંન્ને જૈન મેવાડ મહિલા મંડળો માનવીય સેવાના અભિગમને સાર્થક કરવા દર્દીઓની વ્હારે આવ્યા છે.વલસાડ સિવિલ હોસ્પિટલની પથારીએ સારવાર લેતા 450 જેટલા ગરીબ દર્દીઓ માટે સફરજન,કેળા,બિસ્કિટ અને વેફરના પેકેટો તૈયાર કરાયા હતા.જેને વાહનમાં લઇ જઇ દર્દીઓને વિતરણ કરાયા હતા.જેમાં વલસાડ મંડળના પ્રમુખ અંજુબેન પ્રદિપભાઇ કોઠારી,મંત્રી જયશ્રીબેન નંગાવત, અબ્રામા મંડળના પ્રમુખ મીનાબેન તાતેરની આગેવાની હેઠળ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.
જૈન ધર્મમાં માનવીની સેવાનું ખૂબ મહત્વ
त्रપર્યુષણ પુરા થયા બાદ માનવીય સેવા માટે મહિલા મંડળોએ ગરીબ દર્દીઓની સેવા કરવા ફુડ પેકેટ આપવામાં આવ્યા છે.ધર્મોમાં માનવી સેવા એજ પ્રભુ સેવાના કર્મશીલ સિધ્ધાંત પર મોટો ભાર મૂકવામાં આવ્યો છે.જૈન ધર્મમાં તપ,તપસ્યા અને આરાધનાના મહિમા સાથે જરૂરિયાતમંદ મનુષ્યની મદદ અને સેવાને પણ મહત્વ અપાયું છે.પ્રદિપ કોઠારી પ્રમુખ જૈન મેવાડ યુવક પરિષદ