વલસાડના વેજલપોરમાં 2 થી અઢી વર્ષનો ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા ભયના અોથાર નીચે જીવતા ગ્રામજનોઅે મંગળવારે રાહતનો દમ લીધો હતો.15 દિવસથી દીપડાને પકડવા માટે વન વિભાગે ગામમાં પાંજરૂં મૂક્યું હતું,પરંતુ થાપ આપી જતો દીપડો હાથ લાગતો ન હતો.
શહેરને અડીને આવેલા વેજલપોર ગામે 20 દિવસ પહેલાં ખૂંખાર દીપડો ગામના ખેતરો અને ઝાડીજંગલમાં ફરતો હતો.વેજલ ગ્રામજનોને આ વાતની ખબર પડતા ભયનો માહોલ પ્રસરી ગયો હતો.દરમિયાન વન વિભાગને જાણ કરાતા 15 દિવસ પહેલા વેજલપોર ગ્રામપંચાયત સામે આવેલા રામનગર ખાતે સ્થાનિક રહીશ સમીર અાહિરના વાડામાં પાંજરૂં મૂકવામાં આવ્યું હતું,જેમાં દીપડાને આકર્ષવા માટે મરઘાં મૂકવામાં આવ્યા હતા.પરંતુ છેલ્લા બે સપ્તાહથી દીપડો પાંજરે પૂરાતો ન હતો.છેવટે મંગળવારે રાત્રે આ દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થઇ ગયો હતો.સવારે 6 વાગ્યે રહીશોને દીપડો પાંજરામાં પૂરાઇ ગયો હોવાનું જોતાં વન વિભાગને જાણ કરાઇ હતી.જેને પકડીને ટેમ્પોમાં ચણવઇ ફોરેસ્ટ કચેરીઅે લઇ જવામાં આવ્યો હતો..સૌજન્ય