Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સુગર ફેક્ટરી પાસે રાત્રે ટેમ્પો ચાલકને લૂંટી લીધો….

Share

 
વલસાડ | ભરૂચ રેલવે ફાટક નજીક ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા ઈરફાનબેગ ઈબ્રાહીમબેગ મિરજા ઉવ.35 ગુરૂવારે મોડીરાત્રે વાપી તરફથી સુરત તરફ પોતાનો ટેમ્પો લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન વલસાડ નજીક પારનેરાપારડી સુગર ફેક્ટરી ઓવરબ્રીજના ઉત્તર છેડે બે સફેદ કલરના સ્કૂટર અને એક બાઈક પર આવેલા 30થી 35 વર્ષના યુવાનોએ ટેમ્પો રોકી દીધો હતો. અમે નશાબંધીવાળા છીએ, તમારો ટેમ્પો ચેક કરવો છે કહી મારમારી ચાલકના ખિસ્સામાંથી રૂ.4500 અને ટેમ્પોની ડીકીમાંથી રૂ.10,000 તથા એક મોબાઈલ રૂ.5000 મળી કુલ રૂ.19,500નો મુદ્દામાલ લૂંટી અંધારામાં ફરાર થઈ ગયા હતા. ટેમ્પો ચાલક ઈરફાનબેગ મીરજાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં સિટી બસ સેવાથી રિક્ષા ચાલકોને હાલાકી…..

ProudOfGujarat

પેટ કરાવે વેઠ! આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં પથરાયેલી વેલ ઉપર ચઢીને લાકડાં વીણતાં મજૂરો

ProudOfGujarat

બજાજ ફિનસર્વ લિમિટેડના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023 ના પરિણામો, વાર્ષિક કોન્સોલિડેટેડ કુલ આવક અને નફો સર્વોચ્ચ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!