Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-ગણપતિના ફાળામાં રૂપિયા ન આપતા 4 શખ્સોએ એક યુવકને માર માર્યો-ફાળા માટે 1 હજાર રુપિયાની માંગણી હતી-યુવકે 1 હજારની જગ્યાએ 251 રુપિયા આપવાનુ કહેતા ઉશ્કેરાઈને માર માર્યો..

Share

 

FILE PIC_અતુલ ફસ્ટગેટ પાસે ભોળાનગર, ભીલાડવાળા બેન્ક ની ગલીમાં રહેતો પ્રદીપ મહારાજદિન યાદવ જે બીઈ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરે છે, અને ફસ્ટગેટ પાસે એક્સીસ બેન્કની પાછળ નાસ્તાની લારી પણ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

Advertisement

મંગળવારે રાત્રે 8:30 કલાકે પ્રદીપ જ્યારે લારી પર હતો ત્યારે નજીકના મંડળવાળા જીનલ પટેલ અને હર્ષ પટેલ સાથે બીજા બે અન્ય ઈસમો તમામ રહે.અમલી ફળિયાએ તેની લારી પાસે આવી પ્રદીપ પાસે ગણપતિનો રૂ.1000 ફાળો માંગ્યો હતો. પ્રદીપે જણાવ્યું કે, હું 1000 હજાર આપી શકું તેમ નથી, ફાળા પેટે રૂ.251 આપું છું. તેમ કહેતાં આ ચારેય જણાએ ઉશ્કેરાઈ ગમેતેમ નાલાયક ગાળો બોલતાં તેને ગાળ બોલવાની ના પાડતાં પ્રદીપને બે જણાએ પકડી રાખી જીનલ પટેલ અને હર્ષ પટેલે ઢીક્કામુક્કીનો માર માર્યો હતો.

પ્રદીપે બૂમાબૂમ કરતાં તેને ભાઈ કુલદીપ દોડી આવ્યો હતો. તેને પણ આ ચારેય જણાએ ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. તેઓએ જતા જતાં આ બંને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતાં ગયા હતા. જે અંગે પ્રદીપ યાદવે રૂરલ પોલીસ મથકે આ ચારેય ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પોલીસ કરી રહી છે…સૌજન્ય


Share

Related posts

‘કંગુવા’નું રોકસ્ટાર ડીએસપી અને બી પ્રાકનું ‘ફાયર’ ગીત સમગ્ર ભારતમાં યુટ્યુબ ચાર્ટમાં ટોચ પર છે

ProudOfGujarat

ખેડા : મહુઘા ઘારાસભ્યના અધ્યક્ષસ્થાને ભારતી વિનય મંદીર ચકલાસી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે દસ દિવસના આતિથ્યબાદ વિઘ્નહર્તાને વાજતે ગાજતે ધામધૂમ પૂવૅક વિદાઈ આપવામા આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!