(કાર્તિક બાવીશી )સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વધારા અને પેટ્રોલના વધેલા ભાવોને લઈને આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેના સમર્થનમાં વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા પણ વલસાડ શહેર વિસ્તારમાં બંધ પાડવામાં આવ્યો હતો જેમાં કેટલાક લોકોએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી હતી તો કેટલાક વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ ફરીને દુકાનો બંધ કરાવતા પોલીસે દરમિયાનગીરી કરી કોંગ્રેસી કાર્યકરોની અટક કરી હતી જોકે આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી ના બનાવો પણ બન્યા હતા.વલસાડ શહેર કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધના એલાનને લઈને કોંગ્રેસ કાર્યાલય થી એક રેલી સ્વરૂપે નીકળી બજારના વિવિધ વિસ્તારોમાં ફરી અનેક ખુલ્લી દુકાનો ને બંધ કરાવવામાં આવી હતી તો કેટલાક દુકાનદારોને દુકાનો બંધ રાખવાની પણ અરજી કરી હતી જેને લઇને કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી હતી તો કેટલાક વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ પહોંચી જઇ દુકાનદારોને બંધ કરવાની ફરજ પાડવામાં આવતા પોલીસે વચ્ચે પડી ૧૦ થી ૧૫ જેટલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી વલસાડ શહેરના શાકભાજી માર્કેટ વિસ્તારમાં કોંગ્રેસી કાર્યકરોએ કેટલીક દુકાનો બંધ કરાવવા બાબતે દુકાનદારો અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે રકઝક થતા પોલીસે દરમિયાનગીરી કરી કોંગ્રેસના દસથી બાર જેટલા કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો જોકે વલસાડ શહેરના ટાવર રોડ એમ.જી.રોડ તીથલ રોડ જેવા અનેક વિસ્તારોમાં આવેલી અનેક દુકાનો એકલદોકલ ને બાદ કરતા બંધ જોવા મળી હતી શાકભાજી માર્કેટ વિસ્તારમાં પોલીસે અટકાયત કરેલા કાર્યકરોમાં ભાર્ગવ દવે,રોનક શાહ,જયશ્રી બેન પટેલ,અલકેશ દેસાઈ રાહીલ શેખ સહિત અન્ય 9 લોકોની વલસાડ પોલીસે અટકાયત કરી હતી
વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તારમાં 15 થી વધુ કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત ,દુકાનો બંધ કરાવતા હોવાનો પોલીસનો આક્ષેપ
Advertisement