(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી આવારા તત્વો સામે લાંલઆખ કરાવામાં આવી છે જેથી કાયદાનું ભાનના હોય તેને કાયદાનું ભાન આવે જેથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગુંદલાવ ચાર રસ્તા પર સાંજના કોઈ પણ માણસ હોઈ કે માથાભારે હોઈ તેનું વાહન ચેક કરવામાં આવ્યું હતું જેથી આવારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે છેલ્લા ધણા સમયથી આ પેટ્રોલિંગ ,વાહન ચેકિંગએ લોકોમાં ચર્ચાનો વિષય જગાવ્યો છે અને લોકોએ પણ આવકાર આપ્યો છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગામિતની સતત મહેનત અને સ્ટાફની મહેનતે ગુંદલાવ ચાર રસ્તા પર લેભાગુ તત્વોનો સહાર કર્યો છે એ પણ કાયદાના મારથી જ્યારે ગુંદલાવ પોલીસ ચોકીના એએસઆઈ હરપાલસિંહ ચૌહાણની કામગિરીએ પણ ગુંદલાવ આસપાસના ગામોમાં સારૂ નામ સાથે સારૂ કામ આપ્યું છે ને લોકોના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવ્યા છે જેથી આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે