Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત રેંજમાં કર્તવ્યનિષ્ઠ આઈજી ડો.રાજકુમાર પાંડીયન આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

Share

 

(કાર્તિક બાવીશી ) દક્ષિણ ગુજરાતમાં દારૂનો વેપલો રોકવો તે સહેલો નથી અનેક નવા કિમીયા પણ બુટલેગરો કરતા હોઈ છે તેમા પણ ખાસ કરી વલસાડ જિલ્લો પણ દારૂબંધી માટે ચેલેન્જ રર્હ્યો છે જ્યારે વલસાડ જિલ્લા પોલીસ સુનિલ જોશીના માર્ગદર્શનથી દારૂની હેરફેર કરનાર પર લગામ આવી છે અને તે કાયદાના પાંજરે પૂરાયા છે વલસાડ એલસીબી પીઆઈ ગામીત, વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કામળીયા ,પારડી પોલીસ સ્ટેશન પીએસઆઈ સોલંકી ,વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પીએસઆઈ ગામીત જેને વલસાડ જિલ્લામાં સારી કામગીરી કરી છેને બુટલેગરોની કમર પણ તોડી છે સુરત રેંજ આઈજીના ઓપરેશન ગૂર્પના પીઆઈ એસ.કે.રાયના માર્ગદર્શનથી ઓપરેશન ગ્રુપએ માંડવી તાલુકાના કરંજ ગામેથી રૂ.૪૦,૯૮ લાખનો દારૂ પકડતા રેંજ આઈ.જી ડો.રાજકુમાર પાંડીયને પીએસઆઈ એસ.એસ.માલ સામે કડક કાર્યવાહી કરતા રૂપે બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ ફેલાયો છે ને બુટલેગરોમાં પણ ફફળાટ ફેલાયો છે સુરત રેંજ આઈજી તરીકે ડો.રાજકુમાર પાંડીયનને કારભાર લેતા જ કળક કાર્યવાહીનો દોર ચાલુ થયો છે અને વોન્ટેડ અને અનેક ગુનામાં હોઈ તેની સામે પણ કાર્યવાહી કરતા ડો.રાજકુમાર પાંડીયનના નામથી બે નંબરી કામ કરનારની છઠી યાદ આવી છે

Advertisement

Share

Related posts

વડોદરા : વાઘોડિયા રોડ પર રૂપિયા 100 કરોડની સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

કોરોના પોઝિટિવ કેસ અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણાકપોરની મુલાકાત લીધી.

ProudOfGujarat

નર્મદામાં સતત વધતા જતા કોરોનાનાં કેસો બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!