(કાર્તિક બાવીશી તસવીર કેયુર મિસ્ત્રી )યુથ કોંગ્રેસ વલસાડ દ્વારા વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે “રોજગાર મારો અધિકાર” ફ્રોમ નું વિમોચન કરવામાં આવ્યું હતું જે ફ્રોમ યુથ કોંગ્રેસ ના યુવાનો વલસાડ-વાપી-ઉડવાડા-પારડીમાં લોકો ના ઘર ઘર જઈ બેરોજગાર લોકો પાસેથી આ ફ્રોમ ભરાવી રોજગારી લાયકાત મુજબ રોજગાર આપવાનું જણાવ્યું હતું
વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં આજે સવારે રોજગાર મારો અધિકાર અંતર્ગત શિક્ષિત બેરોજગાર માટે ફ્રોમ ભરાવી યૂથ કોંગ્રેસ તમામ ફોર્મ વલસાડ જિલ્લા કલેકટરને સુપરત કરી બેરોજગારી,ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે લડવા માટે નિયત કરેલ ફોર્મ ને રોજગાર મળી રહે તેવા પ્રયાસો કરાશે યુથ કોંગ્રેસના કાર્યકરો એ જણાવ્યું કે ગુજરાતમાં 10 લાખ થી વધુ સરકારી ચોપડે નોંધાયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને અને 20 લાખથી વધુ નોધાયેલા અર્ધશિક્ષિત અને કુશળ યુવાનો કુલ 30 લાખથી વધુ યુવાનો બેકાર છે પરંતુ ભાજપ સરકારની શોષણ ખોર માનસિકતા કારણે વેઠીયા મજૂર જેવી કોન્ટ્રાકટ સિસ્ટમ અને ફિક્સ પગાર જેવી વ્યવસ્થા દ્વારા સરકાર બેકાર યુવાનોના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે ગુજરાત યુવક કોંગ્રેસની માંગણી છે કે બેરોજગાર યુવાનોને રોજગારી આપો અથવા જ્યાં સુધી રોજગારી ના મળે ત્યાં સુધી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલા ભાઈઓ અને બહેનોને 3000 રૂપિયા અને ગ્રેજ્યુએટ યુવાઓને 3500 રૂપિયા તથા પોષ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીવાળા યુવાનોને રૂપિયા 4000 માસિક ભથ્થું આપવામાં આવે એવી માંગ કરી હતી આજે વલસાડ કોંગ્રેસના યુવા કાર્યકરો કાર્યલય ખાતે અનેક ફોર્મ દર્શાવી અનેક વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે આજે મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા