(કાર્તિક બાવીશી)વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના ખેરલાવ ગામમાં રહેતો સ્નેહલ પત્રકાર 145,વાણીયાવાડ ફળીયામાં રહેતો જે હાલ વાપીના ગુંજન ગોકુલવિહાર સોસાયટીમાં રહે છે જે ઉદવાડામાં રહેતી મહિલાને ફોન પર અવાર નવાર અભદ્ર વર્તન ફોન પર કરતો અને ફોન પર બીભ્સ્ત ગારો આપી મહિલાને છેડતો જેથી મહિલાએ રેકોડીંગની સી.ડી નાયબ પોલીસ અધિક્ષક વિભાગની ટીમને બતાવી હતી અને પત્રકાર પોલીસ વિભાગના ઉપલા અધિકારીને પણ અપશબ્દો બોલ્યો હતો જેથી નાયબ પોલીસ અધિક્ષકની ટીમે સુલેહ શાંતિનો ભંગ ન થાય તે મુજબ સી.આર.પી.સી 107 મુજબ યોગ્ય રકમના લાંબી મુદતના જામીન લેવા તેમને તારીખ 25,8,2018ના કલાક 15,30 વાગ્યે સી.આર.પી.સી કલમ 151 મુજબ અટક કરી હતી.જ્યારે ચોથી જાગીર કહેવાતા પત્રકાર જ આવુ કરશો તો તે કેટલું શોભશો ? પત્રકાર મર્યાદા ભૂલી પોલીસ વિભાગના ઉપલા અધિકારીને પણ જેમ તેમ બોલે તે પણ કેટલું શોભે ? પત્રકાર જ મહિલા સાથે આવુ વર્તન કરશો તો તે કેટલું શોભશો ? આ મુદા એ ભારે ચર્ચા જગાવી હતી અને લોકોમાં પણ ચર્ચા હતી