Proud of Gujarat
GujaratFeaturedINDIA

રક્ષાબંધન નિમિત્તે વલસાડમાં ભાજપ કાર્યકર્તા બહેનો એ અનુસૂચિત જાતિના ભાઈઓને રાખડી બાંધી ,જ્યારે દેશની આન બાન અને શાન સૈનિકોને પણ બહેનોનું રક્ષા કવચ

Share


રક્ષાબંધન નિમિત્તે ભાઈઓએ રાખડી બાંધનાર બહેનોને અર્પણ કરાયેલી ભેટ ની રકમ કેરલાનાં પુરગ્રસ્તોને રાહત માટે મોકલાશે.

(કાર્તિક બાવીશી )વલસાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તથા નગર પાલિકાના મહિલા સભ્યો દ્વારા બેચર રોડ પાસે આવેલા ડાંગ દરબાર ખાતે આજરોજ સાંજે
૪ – ૦૦ રક્ષાબંધન નિમિત્તે વલસાડ પંથકમાં વસતા અનુસૂચિત જાતિના ભાઈઓની રક્ષા કાજ રાખડી બાંધી શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે વલસાડ નગર પાલિકાના ઉપ પ્રમુખ ઉર્વીબેન દેસાઈ ,શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી ,મહામંત્રી છાયાબેન પટેલ,વિગેરે સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે માજી પ્રમુખ સોનલબેન સોલંકીએ પ્રથમ માંહ્યવંશી સમાજના અગ્રણી અને ભાજપ ના વરિષ્ઠ કાર્યકર્તા નરેશ ભાઈ ડાંગ ના હાથે રાખડી બાંધી કાર્યક્રમ નો શુભારંભ કર્યો હતો.ત્યારબાદ અન્ય બહેનો એ બાબુભાઇ માંહ્યવંશી,રતિલાલ પટેલ,પ્રવીણભાઈ આશરા,રતિલાલ કલવાડીયા,નવનીત ભાઇ ડુંગરીયા, કાંતિલાલ સુરતી,કોશિકભાઈ ઝાખિયા,રતિલાલ અંદરગોટા વાળા,બાબુભાઇ સુરતી સહિતના માહયાવંશી સમાજના અગ્રણીઓને રાખડી બાંધી હતી.આ પ્રસંગે ભાઈઓ તરફથી બહેનો ને અર્પણ કરાયેલી ભેટ ૪,૦૦૧ રૂપિયા જેટલી રકમ કેરલાના પુર ગ્રસ્તોની મદદે મોકલવવાના હેતુથી આર.એસ.એસ.ના મધ્યમથી રવાનાં કરવા આ રકમ કાર્યક્રમના આયોજક નરેશભાઈ ડાંગ દ્વારા શાસક પક્ષ ના નેતા સોનલબેન સોલંકી ને ભેટ ની રકમ સુપ્રત કરાઈ હતી.આ પ્રસંગે સોનલબેન સોલંકીએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : ફાઈન આર્ટસમાં તા.૫ અને ૬ મે ના રોજ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ભાજપની મહિલા નગર સેવિકાનો પતિ ફરી ‘કર્તવ્ય’ ભુલ્યો, અગાઉ દારૂમાં ઝડપાયેલા કર્તવ્ય રાણાએ 2 વ્યક્તિને ચપ્પુ હુલાવ્યું, એક ગંભીર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!