(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં દારૂનું દૂષણ ડામવા પોલીસ તંત્ર હંમેશ માટે સચેત રહે છે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી ,નાયબ પોલીસ અધિક્ષક એલ.બી ઝાલાના માર્ગદર્શનથી દારૂનું દૂષણ ડામવામાં પોલીસને સફળતા પણ મળી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ
એન.કે.કામળીયા તેમજ પોલીસ સ્ટાફના યોગેશભાઈ ,મહેશભાઈને મળેલ મહિતી પ્રમાણે આજરોજ 6 વાગ્યા આસપાસના સમય પર વલસાડ ધરમપુર ઔવરબ્રીજ નેશનલ હાઈવે નંબર 8 મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પિકઅપ નંબર Gj11-TT-5672ની બૉલેરૉમા દારૂ ,બિયરની કુલ બોટલ નંગ -1560 જેની કુલ કિંમત રૂપિયા 2,10,000 તથા મોબાઈલ નંગ -1કિંમત રૂપિયા 10,000 મળી કુલ મૂદામાલ કિંમત રૂપિયા 6,20,000 સાથે આરોપી ચાલક પોલીસ નાકાબંધી દરમ્યાન દારૂ ભરેલ ગાડી સાથે પકડાઈ ગયેલ છે અને દારૂ ભરનાર અને મંગાવનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે આગળની તપાસ સિટી પીઆઈ એન.કે.કામળીયા કરી રહેલ છે જ્યારે દારૂ લાવનાર આરોપી રવજી મગન રાઠોડ રહેવાસી કણજા દેવમુરારી વંથલી જિલ્લો જુનાગઢમા રહે છે જ્યારે વોન્ટેડ દારૂ ભરાવનાર મિતેશ પટેલ અને મંગાવનાર હરેશભાઈ રહે પ્રભાસપાટણ વેરાવળ જેને વોન્ટેડ જાહેર કર્યા છે વલસાડ સિટી પોલીસ દ્વારા દારૂ વેચનાર પર વોચ ગોઠવી અને અનેક કેસો પણ કર્યા છે થોડા સમય પેલા વલસાડ સિટી માંથી બેચરરોડ પર થી 52300નો દારૂ પકડવામાં આવ્યો હતો જેમા પોલીસ સ્ટાફના પીએસઆઈ ગોહિલ ,રાજકુમાર,ક્રિપાલસિંહ ,હિતેશભાઈની મહેનત રંગ લાવી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો