ડુંગરી: વલસાડનાં ડુંગરી ને.હા-48 સોનવાડા પટેલ ફળીયા કોર્સીગ પાસે સ્કોપિયો અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં સ્કોપિયો કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજતાં ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યો હતાં.
આ અંગે ઘટનાસ્થળેથી મળતી વિગતો અનુસાર ડુંગરી ને.હા- 48 હાઈવે પર વલસાડ થી સુરત તરફ જઈ રહેલ સ્કોપિયોને સોનવાડા પટેલ ફળીયાના કોર્સીગ પાસે લકઝરી બસની ટક્કર લાગતાં સ્કોપિયો કાર સામેના ટેક પર ફંગોળાઈ જતાં સામેથી આવતી ટ્રક સાથે સ્કોપિયો કાર અથડાતા અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જયારે સ્કોપિયો ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલમાં લઈ જતાં તેમનું પણ કરૂણ મોત નિપજ્યું હતું. સામેનાં ટેક પર ટ્રક સાથે અકસ્માત થતાં ટ્રક ચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળે જ ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.
જો કે સ્કોપિયો સામેનાં ટેક પર જઈ સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.પરંતુ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર વ્યક્તિનાં મોત જોઈ ગભરાય જઈ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં ત્રણ મૃતકોની થઈ ઓળખ
ડુંગરી નજીક નેશનલ હાઈવે નં. 48 પર મોડી રાત્રે થયેલા સ્કોર્પિયો અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચારના મોત થયાં હતા. જેમાંથી ત્રણની ઓળખ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં સુરતના અડાજણમાં રાંદેર રોડ પર રહેતો ચિરાગભાઈ રાજેશભાઈ સારંગ, 39 વર્ષિય કેતનભાઈ અવિનાશભાઈ પટેલ અને 62 વર્ષિય વસાવા મેલાભાઈ ચુનિલાલભાઈની ઓળખ થઈ છે. આ મૃતકો પૈકી મેલાભાઈ વસાવા વડોદરાના નિવૃત્ત પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળે છે…