Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે: તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

Share

 

વલસાડ : (કાર્તિક બાવીશી )આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે એક દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે લોકસભા ચૂંટણીને લઇને સંગઠનના નેતાઓને માર્ગદર્શન આપશે. પીએમ મોદી પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમેસી પર ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે. આ માટે વિશેષ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર, વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી , મંત્રી ગણપત વસાવા સહિતના અધકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ સહિતના ભાજપના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમના આગામી કાર્યક્રમની તૈયારીઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મીએ 600 કરોડની અસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિ પુજન કરવાના છે ત્યારે તંત્ર પણ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે.

Advertisement

Share

Related posts

કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી 20 કિલોથી વધુના ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા

ProudOfGujarat

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

ProudOfGujarat

લુણાવાડામાં ગૌરક્ષાદળ અને શિવસેના દ્વારા પોલીસની મદદથી ચાર ગૌવંશને બચાવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!