પાલિકાના કર્મચારીઓ દર માસે 1500 હપ્તો લેતા હોવાથી લારી અને પાથારા વાલા સામે કોઈ કાર્યવાહી કરતાના હોવાનો વેપારી અલામનો આક્ષેપ
(કાર્તિક બાવીશી તસ્વીર કેયૂર મિસ્ત્રી )વલસાડ શહેરના પાલિકા વિસ્તાર માં દુકાનોની આગળ ગેરકાયદેસર લારીઓ લગાવીને દબાણ કરનારા અનેક લારી ગલ્લા વાળાઓને હટાવવા કેટલાક શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા 15 દિવસ અગાઉ પાલિકા પ્રમુખ ને લેખિત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે કેટલાક લોકો એ ગેરકાયદે લારી લગાવી દુકાનોની આગળ ધંધો કરતા લારી વાળા ને દુકાનદારો પકડી લાવી ને પાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો અને એવા પણ આક્ષેપો કર્યા હતા કે પાલિકા ના કેટલાક કર્મચારીઓ ગેરકાયદે લારી લગાવનાર પાસે દર માસે 1500 રૂપિયાનો હપ્તો પણ ઉઘરાણી કરતા હોય તેથી કાર્યવાહી થતી નથી વલસાડ શહેર માં પાલિકા હદ વિસ્તારમાં આવેલ બજારો માં કેટલાક લારી વાળા દ્વારા ગેરકાયદે દુકાનોની આગળ અને રોડ માર્જિન માં પાર્કકરી ને શાકભાજી નો ધંધો કરતા હોય અન્ય વેપારી ઓને તેના કારણે ધંધા રોજગાર ઉપર સીધી અસર થઈ રહી છે અને ગેરકાયદે પાર્ક કરવાથી ટ્રાફિકને પણ અડચણ રૂપ બને છે આ બાબતે વલસાડ પાલિકા માજી પ્રમુખ રાજુભાઈ અને તેમની સાથે શાકમાર્કેટના અનેક વેપારીઓ એ 15 દિવસ અગાઉ રજુઆત કરી હતી છતાં પણ પાલિકા દ્વારા લારી ગલ્લા વાલા પાથરા વાળાઓ સામે કોઈ કાર્યવાહી ન કરતા આજે કેટલાક દુકાનદારો એ ત્રણ થી ચાર જેટલી લારીઓ ખુદ પાલિકા સુધી લઈ આવી શકભાજી માર્કેટ ના વેપારીઓ એ પાલિકા પર મોરચો માંડી લારી વાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પાલિકા ના કર્મચારી સામે એવો પણ આક્ષેપ વેપારી કરી રહ્યા હતા કે લારી ગલ્લા વાલા પાસે થી દર માસે 1500 રૂપિયા ઉઘરાણું કરતું હોય લારી વાળાઓ સામે કાર્યવાહી કાર્યવાહી થતી નથી અને તેઓ ફાટી ને ધુમાડે ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા હતા આજે મોટી સંખ્યા માં વહેલી સવારે વેપારી ઓ મોરચા માં જોડાયા હતા