(કાર્તિક બાવીશી , તસ્વીર કેયૂર મિસ્ત્રી )વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે ફાટક નજીક સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠની બસ ના ચાલકની બેદરકારી ને કારણે સર્જાયો અકસ્માત ફાટક ઉપર ચાલી રહેલી વાહનો ની લાઇન છોડી ઓવર ટેક કરવા જતાં ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાતાં 6 બાળકો ને ઈજાઓ થતા ચકચાર મચી ગઇ
ભિલાડ ફાટક નજીકમાં આજે વહેલી સવારે લક્ષ્મી વિદ્યાપીઠ ના વિધાર્થીઓને લઈ ને જઇ રહેલી સ્કૂલ બસ ફાટક ખુલ્યા બાદ એક તરફ વાહનો ની લાઇન ચાલી રહી હતી ત્યારે સ્કૂલ બસ ના ચાલકે આગળ ચાલતી ટ્રક ને ઓવર ટેક કરવાના ચક્કર માં બસ ને ટ્રક સાથે અથડાવી દેતા અંદર સવાર કુલ 8 વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી
ઘટના બનતા બાળકો ની ચીસાચીસ શરૂ થતાં આસપાસના વાહન ચાલકો દોડી આવી બાળકોને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ભિલાડ ની શ્રીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા તો ત્રણ બાળકોને વધુ ગંભીર ઈજાઓ ને પગલે વધુ સારવાર માત્ર વાપી ખસેડવામાં આવ્યા હતા
નોંધનીય છે કે અગાઉ પણ અનેક અકસ્માત ના કિસ્સાઓ લક્ષ્મીવિદ્યાપીઠની સ્કૂલ ના સામે આવ્યા છે જેમાં અત્યાર સુધી માં 3 નો ભોગ પણ લેવાઈ ચુક્યો છે ત્યારે સમગ્ર બાબતે સ્કૂલ તંત્ર ગંભીર બને તે જરૂરી બન્યું છે
જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ભિલાડ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં બસમાં સવાર 6 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા…હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…
Advertisement