Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્ત કૈલાસનાથ પાંડે અને તેમના પરિવાર દ્વારા હોસ્પિટલ ને રૂ.4 લાખની જીવનરક્ષક દવાનું દાન આપવાના એક કાર્યક્રમનું આયોજન હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું.

Share

(કાર્તિક બાવીશી )છેલ્લા 14 વર્ષથી કૈલાસનાથ પાંડેના સ્વ ધર્મ પત્નીના સ્મરણાર્થે પુણ્યતિથિએ હોસ્પિટલને દવાનું દાન કરવામાં આવે છે.કાર્યક્રમમાં ઉપસ્થિત કથાકાર પ્રફુલ્લ ભાઈ શુક્લાએ પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.તેમણે 100 યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય તેટલું  પુણ્ય દવા દાન કરવાથી મળે છે.તેમ જણાવી કૈલાસનાથ પાંડે અને પરિવારની સેવાકીય પ્રવુતિ સમાજ માટે ઉદાહરનિય બનશે.તેમણે સ્વ અમરનાથ પાંડેને પણ આ તબક્કે યાદ કર્યા હતા.વલસાડ પાલિકા પ્રમુખ પંકજ અહિરે પણ દવાના દાનની પ્રવૃત્તિને મહત્વની ગણાવી પાંડે પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય ભરત પટેલે કૈલાસનાથ પાંડે અને પરિવાર દ્વારા 4 લાખ રૂ.જેટલી માતબર રકમની દવાનું દાન માટે સરકાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.ધારાશાસ્ત્રી અય્યાઝ શૈખે પાંડે પરિવાર સાથેના સંસ્મરણો તાજા કરી છેલ્લા 14 વર્ષ થી કરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી.હોસ્પિટલના ડો.રોહન પટેલે કૈલાશ નાથ પાંડે પરિવાર દ્વારા કરાયેલી સેવાકીય પ્રવૃત્તિને વધાવ્યું હતું.કૈલાસનાથ પાંડે દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો,અને પરિવાર,શુભેચકો દ્વારા આવનારા સમયમાં કુલરનું દાન પણ ટુક સમયમાં આપવામાં આવશે. કાર્યક્રમમાં પાલિકા સભ્યો,આગેવાનો, તમામ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી જીઆઇડીસીની વર્લ્ડ કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનાં સ્ટોરેજમાં આગથી દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

સુરત એરપોર્ટ પરથી DRI એ 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી, 3 મુસાફરો સહિત ઇમિગ્રેશન PSI ની ધરપકડ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે ગ્રામસભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!